IPL: મજૂરો બન્યા ખેલાડીઓ, કોમેન્ટ્રીમાં હર્ષ ભોગલેનો અવાજ, કેમેરા સામે ખોટું અમ્પાયરિંગ, ખેલાડીઓનું રિએક્શન સામે આવ્યું
આ ફેક આઈપીએલ (IPL)નું આયોજન મોટા સ્તર પર કરવામાં આવ્યું હતુ. આ લીગમાં ખેતરમાં કામ કરતા મજુરોને ખેલાડી બનાવવામાં આવ્યા હતા, લીગમાં કોમેન્ટ્રી પણ કરવામાં આવતી હતી અને તેના માટે મશહુર ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર હર્ષા ભોગલેની કોપી કરવામાં આવતી હતી.

IPL: દુનિયાની સૌથી પોપ્યુલર ક્રિકેટ લીગ, ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League) સાથે જોડાયેલા કેટલાક વિવાદો અને કૌભાંડો વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ આ વખતે ગુજરાતમાં એક અનોખો સમાચાર સામે આવ્યા છે. જેના વિશે જાણી તમારી આંખો પહોળી થઈ જશે. ગુજરાત પોલીસે એક ફેક આઈપીએલ (IPL) રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતના એક ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેક આઈપીએલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતુ, આ લીગમાં નકલી ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને આઈપીએલ ટીમો બનાવી હતી, મજાની વાત તો એ છે કે, આ લીગનું લાઈવ સ્ટ્રિમિંગ પણ કરવામાં આવતું હતુ. આ નકલી આઈપીએલ દ્વારા રશિયન લોકો છેતરાયા છે.
વડનગરના મોલીપુર ગામ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની માફક ચાલી રહેલી એક નકલી ક્રિકેટ લીગનો ભાંડાફોડ થયો છે. આ સમગ્ર કૌભાંડનું રશિયાથી સંચાલન થઈ રહ્યું હતું અને એક નકલી ક્રિકેટ લીગ, નકલી મેદાન, નકલી ક્રિકેટર તથા નકલી કોમેન્ટેટર પર અસલી સટ્ટો રમવાની ફિલ્મી કહાની ચાલી રહી હતી. આ ઘટનાને લઈ હર્ષા ભોગલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું ‘હસવું રોકી શકાતું નથી.’
Can’t stop laughing. Must hear this “commentator” pic.twitter.com/H4EcTBkJVa
— Harsha Bhogle (@bhogleharsha) July 11, 2022
એક વેબસાઈટ ટીઓઆઈના રિપોર્ટ મુજબ આ ફેક આઈપીએલનું આયોજન પણ મોટા સ્તર પર કરવામાં આવ્યું હતુ, આ લીગમાં ખેતરમાં કામ કરનાર મજુરોને ખેલાડી બનાવ્યા હતા. લીગની કોમેન્ટ્રી પણ કરવામાં આવી હતી જેના માટે મશહુર ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટર હર્ષા ભોગલેની નકલ કરવામાં આવતી હતી, દિલચસ્પ વાત એ છે કે, લાઈવ સ્ટ્રીમિંગ માટે પાંચ એચડી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો અને દર્શકોનો ઓડિયો ગુગલ ડાઉનલોડ કરી બનાવવામાં આવતો હતો, જેનાથી લીગમાં અસલી લીગનું વાતાવરણ ઉભું થાય, આ લીગ માટે ઓફિશિયલ ટેલીગ્રામ ચેનલ પણ બનાવવામાં આવી હતી. જેના દ્વારા મેચમાં સટ્ટો રમનારા રશિયન લોકો છેતરાયા હતા.
આનંદ મહિન્દ્રાએ પણ પોતાનું રિએક્શન આપ્યું
Just incredible. And if they had called it the ‘Metaverse IPL’ they could have gotten a billion dollar valuation! https://t.co/62j974dL2U
— anand mahindra (@anandmahindra) July 11, 2022
લીગમાં મજુરો અને બેરોજગાર યુવકો સામેલ
આ ફેક આઈપીએલનું આયોજન જિલ્લાના મોલીપુર ગામમાં થઈ રહ્યું હતુ. પર્દાફાશ થતાં પહેલા આ લીગ નોકઆઉટ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. સાચી આઈપીએલ પૂર્ણ થયા બાદ આ ફેક આઈપીએલ નકલી મેચ શરુ થઈ હતી, આ લીગમાં ખેતરના મજુરો અને બેરોજગાર યુવક હતા. જેમને બદલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની જર્સી પહેરીને રમાડવવામાં આવ્યા હતા. રશિયન પ્રેક્ષકોને IPL સાચી લાગે તે માટે નકલી અમ્પાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને અમ્પાયરોએ જાણીજોઈને કેમેરાની સામે નકલી વોકી ટોકીનો ઉપયોગ કર્યો હતો. મેરઠનો એક વ્યક્તિ લીગ મેચોમાં હર્ષ ભોગલેની નકલ કરતો હતો.