ભારતીય ટીમમાં કોરોનાનો કહેર, 2 ખેલાડીઓ અને હેડ કોચ કોરોના પોઝિટિવ

|

Jun 30, 2022 | 4:02 PM

કોમનવેલ્થ ગેમ (Commonwealth Games 2022) માટે ભારતીય પુરુષ હોકી ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે, હેડ કોચ ગ્રાહમ રીડ સહિત પાંચ ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે.

ભારતીય ટીમમાં કોરોનાનો કહેર, 2 ખેલાડીઓ અને હેડ કોચ કોરોના પોઝિટિવ
ભારતીય ટીમમાં કોરોનાનો કહેર, 2 ખેલાડીઓ અને હેડ કોચ કોરોના પોઝિટિવ
Image Credit source: Twitter

Follow us on

Indian Hockey Team : કોમનવેલ્થ ગેમ (Commonwealth Games 2022) માટે ભારતીય પુરુષ હોકી ટીમ કોરોનાની ઝપેટમાં આવી છે, જેમાં સ્ટ્રાઈકર ગુરજંત સિંહ અને હેડ કોચ ગ્રાહમ રીડ સહિત પાંચ ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યા છે, બુધવારે તમામનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો, કોરોના પોઝિટિવ (Corona positive) આવતા તમામને આઈસોલેશન (Isolation) માં મોકલવામાં આવ્યા છે, હોકી ઈન્ડિયાએ મીડિયા રિલીઝમાં કહ્યું કોમનવેલ્થ ગેમ 2022ની તૈયારી કરી રહેલી ભારતીય પુરુષ હોકી ટીમના 2 ખેલાડી અને સહયોગી સ્ટાફના 3 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે

હોકીના પ્રેક્ટિસ કેમ્પમાં કોરોના કહેર

ટીમના એક સુત્રે પીટીઆઈને જણાવ્યું કે, ગુરજંત અને ગ્રાહમ રીડ કોરોના સંક્રમિત થયા છે,ટીમના વિડિયો એનાલિસ્ટ અશોક કુમાર ચિન્નાસ્વામી પણ પોઝિટિવ મળ્યા છે.ગુર્જંત ઉપરાંત આશિષ કુમાર પણ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) કેમ્પસમાં ચાલી રહેલા કેમ્પમાં 31 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં પીઆર શ્રીજેશ,મનપ્રીત સિંહ, પવન, લલિત કુમાર ઉપાધ્યાય, હરમનપ્રીત સિંહ, વરુણ કુમાર અને અમિત રોહિદાસ સામેલ છે. ખેલાડી એફઆઈએચ હોકી પ્રો લીગમાં બેલ્જિયમ અને નેધરલેન્ડ વિરુદ્ધ રમ્યા બાદ શિબિરમાં પહોંચ્યા છે, શિબિર 23 જુલાઈના રોજ પુરી થશે ત્યારબાદ ટીમ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ માટે રવાના થશે.

કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસ 18,819 નવા કેસ સામે આવ્યા છે, પીઆર શ્રીજેશ પણ ટીમનો ભાગ છે,

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારતે ખુબ મજબુત ટીમ પસંદ કરી

તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ માટે ખુબ મજબુત હોકી ટીમ પસંદ કરી છે, ટીમની કમાન મનપ્રીત સિંહ પાસે છે,પીઆર શ્રીજેશ પણ ટીમનો ભાગ છે, વર્ષ 2018માં કોમનવેલ્થ ગેમમાં ટીમ ચૌથા સ્થાને રહી હતી આ વખતે ટીમનો ધ્યેય મેડલ જીતવા પર છે

ભારતીય હોકી ટીમની ટીમ

મિડફિલ્ડર મનપ્રીત સિંહ (કેપ્ટન), વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંહ, હાર્દિક સિંહ, આકાશદીપ સિંહ, નીલકાંત શર્મા.

ગોલકીપરઃ પીઆર શ્રીજેશ અને કૃષ્ણ બહાદુર પાઠક

ડિફેન્ડર વરુણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, અમિત રોહિદાસ અને જરમનપ્રીત સિંહ.

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ:

ગોલકીપર: સવિતા (કેપ્ટન), રજની એતિમાર્પુ

ડિફેન્ડર ડીપ ગ્રેસ એક્કા (વાઈસ કેપ્ટન), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા

મિડફિલ્ડર  નિશા, સુશીલા ચાનુ, પુખરમ્બમ, મોનિકા, નેહા, જ્યોતિ, નવજોત કૌર, સલીમા ટેટે

ફોરવર્ડ્સ: વંદના કટારિયા, લાલરેમસિયામી, નવનીત કૌર

Next Article