ઓપનર રોહિત શર્મા ફિટનેશ ટેસ્ટમાં પાર ઉતર્યો, ઓસ્ટ્રેલીયાનાં પ્રવાસ માટે થશે રવાના
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે, જ્યાં બંને દેશ વચ્ચે વન ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. આગામી 17 ડીસેમ્બર થી ચાર ટેસ્ટ મેચની સીરીઝ શરુ થનારી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, જે પિંક બોલ થી રમાનારી છે. આ પહેલા હવે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર બેટ્સમેન […]
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે, જ્યાં બંને દેશ વચ્ચે વન ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. આગામી 17 ડીસેમ્બર થી ચાર ટેસ્ટ મેચની સીરીઝ શરુ થનારી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, જે પિંક બોલ થી રમાનારી છે. આ પહેલા હવે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ઇજાથી બહાર આવી ચુક્યો છે, તેણે ફિટનેશ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. તે 14 ડીસેમ્બરે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થશે.
ઇન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલ દરમ્યાન તેેને હેમસ્ટ્રીંગ ઇજા પહોચી હતી. જેને લઇને ઓપનર રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમી જવુ પડ્યુ હતુ. અહી તેણે ખૂબ સમય વિતાવ્યા બાદ હવે તેને તબીબો દ્રારા તેને ફિટ હોવાનુ જાહેર કર્યુ છે. આ બેટ્સમેન 19 નવેમ્બરે બેંગ્લોર સ્થિત એનસીએમાં પહોંચ્યો હતો. જ્યાં તેને શુક્રવાર 11 ડિસેમ્બરે ફિટનેશ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ટેસ્ટ રોહિત શર્માએ પાસ કરી લીધો છે. તેમજ તે હવે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે સંપુર્ણ ફીટ છે.
તેની રમવાને લઇને હવે બીસીસીઆઇ અને પસંદગી સમિતી દ્રારા કરવામાં આવશે. બીસીસીઆઇ એ રોહિત શર્માને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ માટે પસંદ કર્યો હતો. શરુઆતમાં હેમસ્ટ્રીંગ ઇજાને લઇને તેને પ્રવાસ થી બહાર રાખ્યો હતો. જોકે હવે તે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ભારત માટે ચારેય ટેસ્ટ મેચ રમશે કે આખરી બે ટેસ્ટ રમશે તેની પર નિર્ણય લેવાશે. તે હવે ઓસ્ટ્રેલીયા માટે રવાના થશે, પરંતુ સાથે જ હવે તે ટીમ ઇન્ડીયા માટે મેદાનમાં ક્યારે ઉતરશે તે નિર્ણય ની પણ પ્રશંસકો રાહ જોઇ રહ્યા છે. જોકે ઓસ્ટ્રેલીયામાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવાને લઇને પણ સ્પષ્ટતા સામે આવી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો