ઓપનર મયંક અગ્રવાલે બુમરાહ અને સંજનાને લગ્નની શુભેચ્છા આપવામાં ભાંગરો વાટ્યો, થઇ ગયો ટ્રોલ

|

Mar 16, 2021 | 9:34 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓપનર બેટસમેન મયંક અગ્રવાલ (Manyak Agrawal) એ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) ને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઓપનર મયંક અગ્રવાલે બુમરાહ અને સંજનાને લગ્નની શુભેચ્છા આપવામાં ભાંગરો વાટ્યો, થઇ ગયો ટ્રોલ
Mayank Agarwal

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓપનર બેટસમેન મયંક અગ્રવાલ (Manyak Agrawal) એ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) ને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. આ માટે તેણે પોતાના ટ્વીટર હેન્ડલ થી ટ્વીટ કરી હતી અને તેને લઇને લોકો એ તેને ખૂબ ટ્રોલ કરી દીધો છે. મયંક અગ્રવાલને જોકે પોતાની ભૂલ તો જલ્દી સમજાઇ ગઇ હતી. તેણે જૂની ટ્વીટને ડીલીટ કરીને ટ્વીટ પણ કરી હતી. મયંક ની જૂની ટ્વીટના સ્ક્રીન શોટ ફેન્સ એ લઇ લીધા હતા, જેને લઇને હવે તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

https://twitter.com/mayankcricket/status/1371412509958152195?s=20

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હકીકતમાં મયંક અગ્રવાલ એ શુભેચ્છા આપવા વાળી ટ્વીટમાં સંજના ગણેશન ની જગ્યાએ ટીમના પૂર્વ ક્રિકેટર અને બેટીંગ કોચ રહેલા સંજય બાંગરને ટેગ કરી દીધા હતા. બુમરાહ અને સંજનાએ પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા દ્રારા ફેંસને આપી હતી. બુમરાહના ટ્વીટર પર જવાબ આપતા મયંક અગ્રવાલ એ પોતાની પ્રથમ ટ્વીટમાં લખી દીધુ હતુ, શુભેચ્છા જસપ્રિત બુમરાહ અને સંજય બાંગર ! આપ બંનેના સાથને ખૂબ સારી ખૂશીઓ મળે અને આપ બંને સ્વસ્થ રહો. એના કેટલાંક સમયની અંદર જ મંયક અગ્રવાલને સમજાઇ ગયુ હતુ કે, તેમણે સંજનાની જગ્યાએ સંજય બાંગરને ટેગ કરી દીધા છે. જેથી તેણે ટ્વીટને ડીલીટ કરી દીધી હતી.

મંયક એ પોતાની પહેલી ટ્વીટ ડીલીટ કરીને, નવી ટ્વીટ મારફતે નવેસર થી કપલને શુભેચ્છા પાઠવી હતી. જોકે ત્યાં સુધીમાં ટ્વીટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. તેને ફેંસ પણ ટ્રોલ કરી રહ્યા હતા. તો અનેક ફેંસ એ મજા પણ લીધી હતી.

https://twitter.com/DOPSEYDOIT/status/1371412621497266176?s=20

Next Article