NZvsPAK: વચ્ચે આજથી બીજી ટેસ્ટ, ઘાયલ બાબર આઝમ બહાર, રિઝવાન કરશે કેપ્ટન્સી

|

Jan 03, 2021 | 10:03 AM

પાકિસ્તાન (Pakistan) ના નિયમિત કેપ્ટન બાબર આઝમ (Babur Azam) ને અંગૂઠામાં ઇજા પહોંચેલી છે. જેને લઇને ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની રવિવાર થી શરુ થયેલી બીજી ટેસ્ટ મેચ તે રમવા માટે મેદાનમાં ઉતર્યો નથી. જેની ગેરહાજરીમાં મહંમદ રિઝવાને (Mohammad Rizwan) ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પસંદ કરી છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના […]

NZvsPAK: વચ્ચે આજથી બીજી ટેસ્ટ, ઘાયલ બાબર આઝમ બહાર, રિઝવાન કરશે કેપ્ટન્સી
Pakistan vs New Zealand

Follow us on

પાકિસ્તાન (Pakistan) ના નિયમિત કેપ્ટન બાબર આઝમ (Babur Azam) ને અંગૂઠામાં ઇજા પહોંચેલી છે. જેને લઇને ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની રવિવાર થી શરુ થયેલી બીજી ટેસ્ટ મેચ તે રમવા માટે મેદાનમાં ઉતર્યો નથી. જેની ગેરહાજરીમાં મહંમદ રિઝવાને (Mohammad Rizwan) ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પસંદ કરી છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં બંને હાલમાં વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. જ્યાં બીજી ટેસ્ટ હાલમાં ક્રાઇસ્ટચર્ચ (Christchurch) માં રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમતમાં ટી બ્રેક સુધીમાં પાકિસ્તાન 5 વિકેટ ગુમાવીને 218 રન ના સ્કોરે પહોંચ્યુ છે.

આઝમને ટી20 સીરીઝની પહેલા પ્રેકટીશ કરવા દરમ્યાન અંગૂઠામાં ઇજા પહોંચી હતી. જેને લઇને તે ટી20 સીરીઝ અને બાદમાં શરુઆતી ટેસ્ટ મેચમાં પણ રમી શક્યો નહોતો. પાકિસ્તાની ટીમના ડોક્ટર સોહેલ સલીમે કહ્યુ હતુ કે, બાબરની ઇજામાં સુધારો થયો છે. જોકે હજુ પણ તે પૂરી રીતે ઇજા થી બહાર આવી શક્યો નથી. તે અમારા કેપ્ટન છે અને સાથે જ તે મહત્વનો બેટ્સમેન છે. જેને લઇને અમે કોઇ જ ખતરો લેવા માંગતા નથી. મેડિકલ ટીમ તેમની ઇજાની સમીક્ષા કરી રહી છે. આશા છે કે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ઘરેલુ સીરીઝમાં તે ઉપલબ્ધ થઇ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

PCB એ કહ્યુ હતુ કે, આઝમએ શનિવારે અભ્યાસ સત્રમાં પણ ભાગ લિધો હતો. પરંતુ તેને દુખાવો રહેવાને લઇને ફરી થી ટીમ મેનેજમેન્ટ દ્રારા તેને બીજી ટેસ્ટમાંથી બહાર રાખવા માટે નિર્ણય કર્યો હતો.

Next Article