Novak Djokovic માટે ફ્રેન્ચ ઓપનમાં રમવું પણ મુશ્કેલ, ફ્રાન્સમાં કોરોના વેક્સીન કાયદો લાગુ થશે

Novak Djokovic માટે ફ્રેન્ચ ઓપનમાં રમવું પણ મુશ્કેલ, ફ્રાન્સમાં કોરોના વેક્સીન કાયદો લાગુ થશે
Novak Djokovic (File)

નોવાક જોકોવિચે (Novak Djokovic) કોરોનાની રસી લગાવવાની ના પાડી દીધી છે. આ નિર્ણયને કારણે હવે તેના માટે મોટી ટેનિસ ઈવેન્ટમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jan 18, 2022 | 8:44 AM

Novak Djokovic : નોવાક જોકોવિચ(Novak Djokovic)નું ફ્રેન્ચ ઓપન 2022(French Open 2022)માં રમવું પણ મુશ્કેલીમાં હોવાનું જણાય છે. ફ્રાન્સની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેના નવા વેક્સિન (Vaccine)કાયદાથી કોઈને પણ રાહત આપવામાં આવશે નહીં. નોવાક જોકોવિચને તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાથી પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાથી પરત મોકલવામાં આવ્યો હતો. નોવાક જોકોવિચે કોરોનાની રસી (Corona vaccine) લગાવી નથી. જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના નંબર વન પુરુષ ટેનિસ ખેલાડીએ પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા માટે કોર્ટમાં લડાઈ લડી હતી, પરંતુ ત્યાંથી પણ તેને નિરાશા હાથ લાગી હતી.

સમાચાર એજન્સી AFPએ લખ્યું છે કે, ફ્રાન્સના નવા વેક્સિન કાયદાને ત્યાંની સંસદે 16 જાન્યુઆરીએ જ મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત લોકોને રેસ્ટોરન્ટ, કાફે, સિનેમાઘરો અને લાંબા અંતરની ટ્રેનો જેવા સાર્વજનિક સ્થળોએ જવા માટે રસીનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. ફ્રાન્સના રમત મંત્રાલયે (sports ministry)કહ્યું, ‘નિયમ સરળ છે. કાયદો અમલમાં આવતાની સાથે જ વેક્સિન પાસ ફરજિયાત બની જશે.

કાર્યસ્થળો પર આરોગ્ય પાસ પહેલેથી જ અમલમાં છે. આ નિયમો દર્શક હોય કે ખેલાડી દરેકને લાગુ પડે છે. અને તે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. જ્યાં સુધી રોલેન્ડ ગેરો (ફ્રેન્ચ ઓપન)ની વાત છે, આ ટુર્નામેન્ટ મે મહિનામાં યોજાવાની છે. ત્યાં સુધી સ્થિતિ બદલાઈ શકે છે અને અમે આશા રાખીએ છીએ કે પછી સ્થિતિ બરાબર થશે.

જોકોવિચ દુબઈ થઈને સર્બિયા ગયો

સર્બિયાના નોવાક જોકોવિચે કોરોનાની રસી લેવાનો ઈન્કાર કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ થયા બાદ જોકોવિચ 17 જાન્યુઆરીની સવારે દુબઈ થઈને સર્બિયા જવા રવાના થયો હતો. અમીરાતની ફ્લાઈટ દ્વારા સાડા 13 કલાકની ઉડાન બાદ તે મેલબોર્નથી દુબઈ પહોંચ્યો હતો. આ પછી તે સર્બિયાની રાજધાની બેલગ્રેડની ફ્લાઈટ લેતો જોવા મળ્યો હતો. દુબઈમાં મુસાફરો માટે રસીકરણ ફરજિયાત નથી પરંતુ તેઓએ ફ્લાઈટમાં સવાર થતા પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવો જરૂરી છે.

જોકોવિચ કોર્ટમાં હારી ગયો

નવ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચનો ઓસ્ટ્રેલિયામાં બે વખત વિઝા રદ કરવામાં આવ્યો છે. કારણ કે તે કોરોના રસીકરણના કડક નિયમોમાં તબીબી મુક્તિ માટે જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા હતા. તેણે પ્રથમ વખત વિઝા કેન્સલેશન સામે કાનૂની લડાઈ જીતી હતી પરંતુ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં એ જ ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકોને એન્ટ્રી મળી છે જેમને કોરોના વાયરસની બંને રસી મળી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati