IPLમાં કોઇ ખરીદદાર ના મળ્યુ, ઓસ્ટ્રેલીયા સામે ટીમને આ ખેલાડીએ તોફાની અંદાજથી શ્રેણી જીતાડી દીધી

|

Mar 07, 2021 | 2:37 PM

ન્યુઝીલેન્ડ એ ઓસ્ટ્રેલીયા (Australia) સામે 5 T20 સિરીઝને જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ (New Zealand) એ આ જીત 7 વિકેટ થી તોફાની અંદાજમાં મેળવી છે.

IPLમાં કોઇ ખરીદદાર ના મળ્યુ, ઓસ્ટ્રેલીયા સામે ટીમને આ ખેલાડીએ તોફાની અંદાજથી શ્રેણી જીતાડી દીધી
Martin Guptill

Follow us on

ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયા (Australia) સામે 5 T20 સિરીઝને જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ (New Zealand) એ આ જીત 7 વિકેટ થી તોફાની અંદાજમાં મેળવી છે. આઇપીએલ ઓકશનમાં જે ખેલાડી પર કોઇ ખરીદદાર નહોતો મળ્યો હતો, તે ખેલાડીના બેટ એ ધમાકેદાર રમત રમીને ન્યુઝીલેન્ડને જીત અપાવી હતી. આઇપીએલ ઓકશન (IPL Auction) માં ઠુકરાવી દિધેલા બેટ્સમેને રમેલી જબરદસ્ત રમતને લઇને ચાર ઓવર પહેલા જ ન્યુઝીલેન્ડ એ શ્રેણી પર 3-2 થી વિજય પ્રાપ્ત કરી લીધો હતો. મેચનો હિરો રહ્યો હતો માર્ટિન ગુપ્ટીલ (Martin Guptill).

ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાનો એક પણ બેટ્સમેન અર્ધશતક પણ કરી શક્યો નહોતો. T20 શ્રેણીની નિર્ણાયક મેચમાં મહેમાન ટીમની હાલત ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીની ઝડપી બોલીંગની કિવી જોડી ની ભૂમિકા રહી હતી. સાથેજ ભારતીય મુળના ઇશ સોઢીની પણ સ્પિન બોલીંગની પણ અસર ખૂબ રહી હતી બોલ્ટ અને સાઉથી એ મેચમાં 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સોઢીએ 3 વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ સામે 143 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. માર્ટિન ગુપ્ટિલ અને ડ્વોન કોન્વે ની ઓપનીંગ જોડીએ ક્રિઝ પર ઉતરતા જ લક્ષ્યને નજીક લાવવાનુ અભિયાન હાથ ધરી દીધુ હતુ. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે ફક્ત 71 બોલમાં 106 રન જોડી દીધા હતા. પરિણામ એ આવ્યુ કે, મેચ પુરી રીતે ન્યુઝીલેન્ડના પક્ષમાં થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયાના બોલરોએ કોન્વેની વિકેટ તો ઝડપી પરંતુ માર્ટિન ગુપ્ટીલની રમતે ઓસ્ટ્રેલીયાની ટીમને પરેશાન કરી દીધી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

34 વર્ષના માર્ટિન ગુપ્ટીલ એ તોફાની રમત રમીને 46 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની વિસ્ફોટક ઇનીંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. મતલબ પોતાની તોફાની 71 રનની રમતમાં 52 રન માત્ર 11 બોલ દ્રારા બાઉન્ડરી દ્રારા મેળવ્યા હતા. ગુપ્ટીલ એ ખેલાડી છે, જેના નામની બોલી આઇપીએલ 2021ના ઓકશનમાં લાગી હતી. પણ તેને કોઇ જ ખરિદદાર મળ્યો નહોતો. પરંતુ, ઓસ્ટ્રેલીયા પર ન્યુઝીલેન્ડ ની જીતના હિરો બનીને હવે ગુપ્ટીલ એ આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓના માલિકોને જવાબ પણ પાઠવી દીધો છે.

 

Next Article