જો ન્યુઝીલેન્ડે T20 World Cup જીત્યો, છતાં ભારત સામે T20 સિરીઝ જીતવી શા માટે જરૂરી છે ? સમજો સમગ્ર ગણિત

|

Nov 13, 2021 | 1:45 PM

જો ન્યુઝીલેન્ડ (New Zealand) ઓસ્ટ્રેલિયા(Australia)ને હરાવીને T20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)નું ટાઈટલ જીતે છે તો બે વસ્તુઓ થશે.

જો ન્યુઝીલેન્ડે T20 World Cup જીત્યો, છતાં ભારત સામે T20 સિરીઝ જીતવી શા માટે જરૂરી છે ? સમજો સમગ્ર ગણિત
new zealand cricket team

Follow us on

New Zealand : જો ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)નું ટાઈટલ જીતે છે તો બે વસ્તુઓ થશે. એક, તે પ્રથમ વખત આ ખિતાબ કબજે કરશે, બીજું તે એક જ વર્ષમાં બે મોટા ICC ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બનશે.

કીવી ટીમ આ સાથે T20 ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન (World Champion)નો ખિતાબ મેળવી શકે છે પરંતુ નંબર વન ટીમનો રેન્ક નહીં મેળવી શકે. તેના માટે તેણે ટીમ ઈન્ડિયાને તેના જ ઘરમાં હરાવવું પડશે.

ક્રિકેટના ત્રણેય ફોર્મેટની ICC રેન્કિંગ (ICC Ranking)માં, ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં નંબર વન છે. તે વનડેમાં પણ નંબર વન છે. પરંતુ તે હજુ સુધી T20માં આ સ્થાન હાંસલ કરી શક્યો નથી. ટી20માં તેનું રેન્કિંગ હાલમાં ચોથા સ્થાને છે. તેના ઉપર ઈંગ્લેન્ડ, ભારત અને પાકિસ્તાન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે, જો કીવી ટીમ T20ની વર્લ્ડ(T20 World Cup 2021) ચેમ્પિયન બની જશે તો શું થશે? શું તેઓ ICC T20 રેન્કિંગમાં નંબર 1 ટીમ બનશે? આ પ્રશ્નનો જવાબ ના છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ન્યુઝીલેન્ડ માટે ભારતને હરાવવું કેમ મહત્વનું છે?

જો ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો વર્લ્ડ ચેમ્પિયન (World Champion)બન્યા બાદ તેની રેન્કિંગ 2 સ્થાન ઉપર જઈ શકે છે, પરંતુ તે ટીમ નંબર 1 નહીં બની શકે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી, તે ભારત પાસેથી તેનું નંબર 2 રેન્કિંગ છીનવી શકે છે, પરંતુ ટોચ પર બેઠેલા ઇંગ્લેન્ડને દૂર કરી શકશે નહીં. ઈંગ્લેન્ડને તેના નંબર વન સ્થાન પરથી હટાવવા માટે ન્યુઝીલેન્ડે ભારતને હરાવવું પડશે.

માત્ર જીતવા માટે ક્લીન સ્વીપ હોવું જરૂરી નથી

આ જ મેદાન પર ભારતને હરાવીને પણ ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન બની શકતી નથી. ઉલટાનું, તેણે આ માટે ક્લીન સ્વીપ કરવું પડશે. એટલે કે 3 ટી-20ની સિરીઝમાં કિવિઓને 3-0થી જીત મેળવવી પડશે. આ પછી જ તે ટેસ્ટ અને વનડેની જેમ T20 ક્રિકેટમાં નંબર વન બની શકશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી T20 સીરીઝ શરૂ થશે. પ્રથમ T20 જયપુરમાં રમાશે. બીજી T20 19 નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી T20 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.

આ પણ વાંચો  : T20 World Cup 2021ની સેમીફાઈનલમાં હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ દુબઈથી નીકળી વતન પરત ન ફરી, જાણો કેમ?

Next Article