New Zealand: વસ્તી અમદાવાદ કરતા ઓછી, પૈસાની તંગી અને છતાં ભારત સહિત દિગ્ગજ ટીમોને પાછળ પાડી દીધી

|

Jan 08, 2021 | 11:26 AM

કેન વિલિયમસન (Ken Williamson) ની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand cricket team) ટેસ્ટમાં નંબર વન સ્થાન બનાવી ચુકી છે. પાકિસ્તાન (Pakistan) સામેની ટેસ્ટ સીરીઝને 2-0 થી જીતી લઇને ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વાર ટોચના આ મુકામ પર પહોંચી શકી છે.

New Zealand: વસ્તી અમદાવાદ કરતા ઓછી, પૈસાની તંગી અને છતાં ભારત સહિત દિગ્ગજ ટીમોને પાછળ પાડી દીધી
New Zealand team Captain Ken Williamson

Follow us on

કેન વિલિયમસન (Ken Williamson) ની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand cricket team) ટેસ્ટમાં નંબર વન સ્થાન બનાવી ચુકી છે. પાકિસ્તાન (Pakistan) સામેની ટેસ્ટ સીરીઝને 2-0 થી જીતી લઇને ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વાર ટોચના આ મુકામ પર પહોંચી શકી છે. ન્યુઝીલેન્ડે 1930માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેણે ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝ બાદ ટેસ્ટ મેચ રમવા વાળો પાંચમો દેશ બન્યો હતો. આમ લગભગ 90 વર્ષ ન્યુઝીલેન્ડ આ મુકામ પર પહોંચ્યુ છે. તેણે ભારત (India), ઓસ્ટ્રેલીયા (Australia) અને ઇંગ્લેંડ (England) જેવી મોટી ક્રિકેટ મહાશક્તિઓને પાછળ છોડીને નંબર વન નુ સ્થાન હાંસલ કર્યુ છે. સાથે જ ન્યુઝીલેન્ડ જે રીતે નાણાકિય સ્થિતીમાંથી પસાર થઇ રહ્યુ છે, તેને જોતા કેન વિલિયમસન ની ટીમની કામિયાબી વધુ પ્રભાવશાળી લાગી રહી છે.

ન્યુઝીલેન્ડની વસ્તી અંદાજે 49 લાખની આસપાસ છે. જેના થી વધારે વસ્તિનુ પ્રમાણ તો દિલ્હી, મુંબઇ અને અમદાવાદ (Ahmedabad) તેમજ ઓસ્ટ્રેલીયાના સિડની અને ઇંગ્લેંડ અને લંડન જેવા શહેરોની છે. સાથે જ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે. વર્ષ 2019માં બોર્ડને લગભગ સાતેક કરોડનુ નુકશાન થયુ હતુ. આ કોરોના પહેલાની સ્થિતી છે. કોરોનાથી જ્યા ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇને અસર પહોંચી છે, એવામાં ન્યુઝીલેન્ડની ક્રિકેટ બોર્ડનો ઘાટો વધારે વધી શક્યો હોઇ શકે છે. આવી વિપરીત સ્થિતીમાં પણ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમએ રમતના મેદાનમાં કમાલ કરી દેખાડ્યો છે. ટીમે વર્ષ 2021ની શરુઆત નંબર વન ટેસ્ટ ટીમના રુપમાં કરી છે.

વર્ષ 2017 ની શરુઆત થી અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડ એ 29 ટેસ્ટ રમી છે. જે ભારત, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયા જેવી ટીમોના પ્રમાણમાં ઓછી છે. આ ટીમો 35 થી વધુ ટેસ્ટ મેચમાં ભાગ લઇ ચુકી છે. જેનુ મુખ્ય કારણ પણ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની ખોટ માનવામાં આવે છે. બોર્ડે પૈસા કમાવવા માટે ટી20 અને વન ડે સીરીઝ વધુમા વધુ રમાડવી આવશ્યક છે. આવામાં ન્યુઝીલેન્ડ પોતાની ઘરેલુ ટેસ્ટ સીરીઝ બે મેચ થી વધારે રાખી નથી શકતુ. તેના બાદ પણ ન્યુઝીલેન્ડની ટીમની જીતની સરેરાશ સૌથી વધારે છે. તેમણે વર્ષ 2017 બાદ થી અત્યાર સુધીમાં 62.07 ટકા ટેસ્ટ જીત મેળવી છે. ભારત 59.45 ટકા સાથે દ્રીતીય સ્થાન પર છે. જ્યારે ઓસ્ટ્રેલીયા 52.78 અને ઇંગ્લેંડ 51.11 ટકા જીતની ટકાવારી ધરાવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં એક તથ્ય એ પણ છે કે ન્યુઝીલેન્ડ એ આ સમયગાળા દરમ્યાન 21 ટેસ્ટ તો ઘર આંગણે જ રમી છે. ફક્ત આઠ ટેસ્ટ મેચ જ તેમની ટીમ વિદેશમાં રમી છે. ઘરમાં રમેલી 21 પૈકી 15 મેચોમાં જીત મેળવી છે. ફક્ત એક જ ટેસ્ટમાં હાર મેળવી છે. જ્યારે પાંચ મેચ બરાબર પર છુટી હતી. આમ જે આઠ મેચ વિદેશમાં રમી છે તેમાં ત્રણ મેચમાં જીત મેળવી છે. જેમાં પાકિસ્તાનને યુએઇમાં 2-1 થી હરાવ્યુ હતુ શ્રીલંકામાં 1-1 થી બરાબરી કરી હતી. વળી ઓસ્ટ્રેલીયામાં 3-0 થી હાર મેળવી હતી.

ટેસ્ટની સાથએ વન ડેમાં ન્યુઝીલેન્ડનો દબદબો જોવા મળ્યો છે. તેણે લગાતાર બે આઇસીસી ક્રિકેટ વિશ્વ કપ ની ફાઇનલ મેચ રમી છે. જોકે બંનેમાં તે ઉપ વિજેતા જ રહી શક્યુ હતુ. જોકે જે ટીમને કોઇ ભાવ ના આપતુ હોય, જે ટીમમાં કોઇ સુપર સ્ટાર ના હોય અને ટીમનુ આવુ પ્રદર્શન ખરેખર જ કમાલનુ છે.

Published On - 8:58 am, Fri, 8 January 21

Next Article