AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra Javelin Throwની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી , પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થયો

Neeraj Chopra Javelin Throw World Championships 2023: નીરજ ચોપરા ગયા વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો હતો. આ વખતે તેની પાસે પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની તક છે. તેણે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પહેલા જ થ્રોથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તે ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે.

Neeraj Chopra Javelin Throwની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી , પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થયો
| Updated on: Aug 25, 2023 | 3:35 PM
Share

Neeraj Chopra Javelin Throw World Championships 2023: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અજાયબીઓ કરી હતી. તેણે પોતાના પ્રથમ થ્રોથી જ દુનિયાને હચમચાવી દીધી હતી. બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે (Neeraj Chopra)પહેલા જ થ્રોથી હંગામો મચાવ્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. એટલું જ નહીં તે 2024 પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે.

આ પણ વાંચો : Rich Tennis Players : ચારેય ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર મહિલા ટેનિસ ખેલાડી ‘કિમ ક્લાઇસ્ટર્સ’

 ટાઈટલ મેચ રવિવારે રમાશે

ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ હવે તેના પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રકથી માત્ર એક પગલું દૂર છે. ગયા વર્ષે તે ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો હતો. તેણે માત્ર સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો. હવે તેની પાસે સિલ્વરને ગોલ્ડમાં કન્વર્ટ કરવાની તક છે. જેવલિન થ્રોની ટાઈટલ મેચ રવિવારે રમાશે.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ગ્રુપ Aમાં હતો. જ્યાં બાકીના ખેલાડીઓને 80 મીટર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. બીજી તરફ, નીરજે તેની સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પહેલા જ થ્રોમાં આપ્યું હતું. 88.77 મીટર તેનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

એક જ થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ

નીરજના થ્રોનું અંતર જોઈને દરેકની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેનું ભાલું 90 મીટરની નજીક જતું જોવા મળ્યું હતુ, પરંતુ ભાલું 90 મીટરના નિશાનને પાર કરી શક્યું ન હતુ. આમ છતાં ભારતના સ્ટાર ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. નીરજ 88.77 મીટર સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પાક્કી કરી

એક જ થ્રોની સાથે નીરજે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલ્મિપિકનું ક્વોલિફાઈ માર્ક 85.50 મીટર છે અને નીરજનો થ્રો આ માર્કથી ખુબ આગળ ગયો હતો. ઓલિમ્પિક ક્વોલિફાય વિંડો એક જુલાઈથી શરુ થઈ ગઈ છે. 88.77 મીટર નીરજની કારકિર્દીનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 89.94 મીટર છે, જે તેણે ગયા વર્ષે જૂનમાં ડાયમંડ લીગમાં ફેંક્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">