Forbes Highest Paid Female Athlete: નાઓમી સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી, ટોપ 10માં માત્ર એક ભારતીય ખેલાડી

|

Jan 16, 2022 | 11:41 AM

2021માં ફોર્બ્સની ટોપ ટેન સૌથી વધુ કમાણી મેળવનાર મહિલા ખેલાડીઓ (Women players)માં સિંધુ એકમાત્ર શટલર છે.ટોચના ત્રણ સહિત મોટાભાગના પાંચ ખેલાડીઓ ટેનિસના, બે ગોલ્ફના, બેડમિન્ટન, બાસ્કેટબોલ અને જિમ્નેસ્ટિક્સના એક-એક ખેલાડી છે.

Forbes Highest Paid Female Athlete: નાઓમી સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી, ટોપ 10માં માત્ર એક ભારતીય ખેલાડી
Tennis player Naomi Osaka (file photo)

Follow us on

Forbes Highest Paid Female Athlete: નાઓમી (naomiosaka)એ 424 કરોડ રૂપિયાની કમાણી કરી, જે એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ મહિલા ખેલાડીની રેકોર્ડ કમાણી છે.સેરેના 340 કરોડ સાથે બીજા અને સિંધુ 53 કરોડ સાથે સાતમા ક્રમે છે

જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વર્ષ 2021માં વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓમાં ટોચ પર છે. ફોર્બ્સની ટોપ ટેન સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓની યાદીમાં ભારતીય શટલર પીવી સિંધુ (pvsindhu)સાતમા નંબરે છે.

દસમાંથી ટોચના ત્રણ ખેલાડીઓ સહિત કુલ પાંચ ટેનિસ ખેલાડી (Tennis player)ઓ છે. બે ગોલ્ફરો જ્યારે એક-એક ખેલાડી જિમ્નેસ્ટિક્સ, બેડમિન્ટન અને બાસ્કેટબોલ ખેલાડી છે. ટોચના દસ ખેલાડીઓએ મળીને ગયા વર્ષે લગભગ રૂ. 1,238 કરોડ (167 મિલિયન)ની કમાણી કરી હતી, જે પાછલા વર્ષ કરતાં 23 ટકા અને 2013 કરતાં 16 ટકાનો વધારે છે. નાઓમીએ ગયા વર્ષે પ્રાઈઝ મની અને એન્ડોર્સમેન્ટ્સમાંથી આશરે રૂ. 424 કરોડ (57.3 મિલિયન)ની કમાણી કરી હતી, જે એક કેલેન્ડર વર્ષમાં મહિલા ખેલાડી માટે સૌથી વધુ છે. વિલિયમ્સ બહેનો સેરેના અને વિનસ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. સિંધુ લગભગ રૂ. 53 કરોડ (7.2 મિલિયન) સાથે સાતમા નંબરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓ

ખેલાડી રમત દેશ કમાણી
નાઓમી ઓસાકા ટેનિસ જાપાન 424 કરોડ (57.3 મિલિયન ડોલર)
સેરેના વિલિયમ્સ ટેનિસ યુએસ 340 કરોડ (45.9 મિલિયન ડોલર)
વિનસ વિલિયમ્સ ટેનિસ યુએસ 84 કરોડ (11.3 મિલિયન ડોલર)
સિમોન બાઇલ્સ જિમ્નેસ્ટિક્સ યુએસ 75 કરોડ ( 10.1 મિલિયન ડોલર )
ગાર્બાઈન મુગુરુઝા ટેનિસ સ્પેન 65 કરોડ (8.8 મિલિયન ડોલર)
જિન યંગ કો ગોલ્ફ દક્ષિણ કોરિયા 56 કરોડ (7.5 મિલિયન ડોલર)
પીવી સિંધુ બેડમિન્ટન ભારત 53 કરોડ (7.2 મિલિયન ડોલર)
એશલેહ બાર્ટી ટેનિસ ઓસ્ટ્રેલિયા 51 કરોડ (6.9 મિલિયન ડોલર)
નેલી કોર્ડા ગોલ્ફ યુએસ 44 કરોડ (5.9 મિલિયન ડોલર)
કેન્ડેસ પાર્કર બાસ્કેટબોલ અમેરિકા 42 કરોડ (5.7 મિલિયન ડોલર)

આ પણ વાંચોઃ

IND vs SL: ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે માટે હવે શ્રીલંકા સામેની ઘરેલુ સિરીઝમાં મોકો મળવો મુશ્કેલ, આ યુવાઓને મળી શકે છે તક

આ પણ વાંચોઃ

IND vs SA U-19 World Cup : ભારતે જીત સાથે કરી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 45 રનથી હરાવ્યું, વિકીએ ઝડપી 5 વિકેટ

 

 

Next Article