ભારતીય ટીમમાં પસંદગી પામેલા મિસ્ટ્રી સ્પિનરે, એક ફિલ્મમાં પણ કર્યુ હતુ કામ, જાણો કેવો હતો તેનો રોલ

|

Oct 29, 2020 | 7:30 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગત સોમવારે, ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતીય ટીમનુ એલાન કર્યુ હતુ. ત્રણ મેચની ટી-20 સીરીઝ, ત્રણ મેચોની વન ડે મેચોની સીરીઝ અને ચાર ટેસ્ટ મેચ સીરીઝ માટે પસંદગીકારોએ ટીમને પસંદ કરી હતી. ભારતીય ટીમનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ 27 નવેમ્બર થી 19 જાન્યુઆરી સુધી ચાલનારો છે. આ પ્રવાસ દરમ્યાન ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમમાં એક […]

ભારતીય ટીમમાં પસંદગી પામેલા મિસ્ટ્રી સ્પિનરે, એક ફિલ્મમાં પણ કર્યુ હતુ કામ, જાણો કેવો હતો તેનો રોલ

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગત સોમવારે, ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતીય ટીમનુ એલાન કર્યુ હતુ. ત્રણ મેચની ટી-20 સીરીઝ, ત્રણ મેચોની વન ડે મેચોની સીરીઝ અને ચાર ટેસ્ટ મેચ સીરીઝ માટે પસંદગીકારોએ ટીમને પસંદ કરી હતી. ભારતીય ટીમનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ 27 નવેમ્બર થી 19 જાન્યુઆરી સુધી ચાલનારો છે. આ પ્રવાસ દરમ્યાન ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમમાં એક નવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. આ કોઇ બીજો ખેલાડી નહી પણ કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ટી-20 લીગ રમી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી છે.

વરુણ ને કુલદીપ યાદવના સ્થાને 16 સભ્યોની ટીમમાં રીપ્લેસ કરવામાં આવ્યો છે. કારણ કે કુલદીપનુ પ્રદર્શન છેલ્લા કેટલાક સમય થી ખુબ જ ખરાબ રહ્યુ હતુ. પરંતુ શુ તમે જાણો છો કે પ્રથમ વાર ભારતીય ટીમમાં સ્થાન પામનારા વરુણ ચક્રવર્તી એક ફિલ્મમાં પણ કામ કરી ચુક્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આમ પણ વરુણ ચક્રવર્તીની ક્રિકેટીંગ જર્ની પણ ખુબ જ રોચક રહી છે. તેણે શાળાકીય દીવસો દરમ્યાન વિકેટકીપર ના રુપમાં બેટસમેન ના કેરીયરની શરુઆત કરી હતી. પરંતુ બાદમા તે મિડીયમ પેસર બોલર બની ગયો હતો. આ પછી એક ફરી થી મોડ આવ્યો હતો અને તેણે ક્રિકેટ છોડી દઇને એક પ્રોફેશનલ આર્કીટેક્ટ બની ગયો હતો.

જોકે તેને એ વાત નો અહેસાસ તો હતો જ કે, તેમનુ પેશન તો ક્રિકેટ જ છે. બસ ફરી એકવાર ક્રિકેટમાં વાપસી કરી તો એક મિસ્ટ્રી સ્પિનર ના રુપમાં. આ દરમ્યાન તેમણે દક્ષિણ ભારતીય ફીલ્મમાં પણ કામ કર્યુ હતુ. તામિલ મુવી જીવા માં તેણે એક કૈમિયો કરેલ. તે મુવીમાં તે ફિલ્મ ના હિરો જીવાની સાથે એક ક્રિકેટ ક્લબ માટે મેચ રમે છે.

જીવા ફિલ્મ વર્ષ 2014માં રીલીઝ થઇ હતી. જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યુ હતુ કે, કેવી રીતે એક યુવકને ઇન્ડિયન ટીમમાં કેશ પોલીટીક્સ અને ખુબ જ મહેનત કર્યા પછી પણ મોકો મળતો નથી.

આ વચ્ચે 29 વર્ષીય વરુણ ચક્રવર્તીએ ટી-20 લીગની 13 મી સિઝનમાં પોતાના શાનદાર પ્રદર્શન ને કારણે જ તે ભારતીય ટીમમાં સામેલ થયો છે. તામિલનાડુ ના સ્પિનર અને કલકત્તા નાઇટ રાઇડર્સ ની માટે તે અત્યાર સુધી રમેલી 11 મેચમાં તે 13 વિકેટ મેળવી ચુક્યો છે. તે ટી-20 લીગમાં પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ખેલાડી છે.

 


આ પણ વાંચોઃ T-20 લીગ: સુર્યકુમાર યાદવના અણનમ 79 રનના દમ પર બેંગ્લોરને 5 વિકેટે મુંબઈએ હરાવ્યું, ચહલ અને સિરાજે 2-2 વિકેટ ઝડપી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article