‘માંકડીંગ’ની બાબતમાં રીકી પોંન્ટીંગે કહ્યું કે, “મારી અને અશ્વીનની વિચારસરણી એક સરખી”

|

Sep 08, 2020 | 5:41 PM

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે બોલ ફેંકતા પહેલા બીજા છેડે ઉભેલા બેટ્સમેનને રન આઉટ કરવાની બાબતમાં તેમની અને ટીમના ઓફ સ્પિનર બોલર ​​રવિચંદ્રન અશ્વીનની વિચારસરણી એક સરખી છે. મહત્વનું છે કે IPLની ગત સીઝન દરમિયાન અશ્વીન દ્વારા કરાયેલ માંકડીંગ વિવાદોનુ ઘર બન્યુ હતું. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો […]

માંકડીંગની બાબતમાં રીકી પોંન્ટીંગે કહ્યું કે, મારી અને અશ્વીનની વિચારસરણી એક સરખી

Follow us on

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે બોલ ફેંકતા પહેલા બીજા છેડે ઉભેલા બેટ્સમેનને રન આઉટ કરવાની બાબતમાં તેમની અને ટીમના ઓફ સ્પિનર બોલર ​​રવિચંદ્રન અશ્વીનની વિચારસરણી એક સરખી છે. મહત્વનું છે કે IPLની ગત સીઝન દરમિયાન અશ્વીન દ્વારા કરાયેલ માંકડીંગ વિવાદોનુ ઘર બન્યુ હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગત સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમનારા અશ્વીને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોસ બટલરને આઉટ કર્યો હતો. તે સમયે તેના હાલના IPL કોચ દ્વારા તેને ટેકો મળ્યો ન હતો. જોકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટીંગે એ વાતને હવે સ્વીકારી છે કે આ મામલે તેના અને અશ્વીનના મત એક સમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોન્ટિંગે સ્પષ્ટ કહ્યુ હતું કે રમતમાં છેતરપિંડી ને કોઈ સ્થાન નથી, જેમ કે બીજા છેડા ના બેટ્સમેનને નિયત સમય પહેલા બહાર નીકળી જવાની બાબત છે. પોન્ટિંગે આ કેસમાં દંડની પણ હિમાયત કરતા કહ્યું કે, ” બેટસમેને એક-બે પગલા આગળ ધપાવીને છેતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.” જોકે આના માટે કોઈ નીરાકરણ આવવું જોઈએ. મને લાગે છે કે જો બેટ્સમેન ઇરાદાપૂર્વક પોતાની ક્રીઝ છોડી રહ્યો છે તો તમે બેટ્સમેન પર કોઈપણ પ્રકારની રન પેનલ્ટી લાગુ કરી શકાય.

જાણો શું છે માંકડીંગ

બોલીંગ કરતી વેળા જ્યારે બોલરને લાગે છે કે બીજા છેડાનો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર ક્રીઝથી બોલ ફેંકવાના સમય પહેલા બહાર નિકળી રહ્યો છે. તો તે નોન-સ્ટ્રાઈકર બેટ્સમેનને નોન-સ્ટ્રાઈકર છેડાની વિકેટને ઉડાવી દઇને આઉટ કરી શકે છે. આ રીતે બહાર નીકળતા બેટ્સમેનને આઉટ કરવાને ‘માંકડીંગ’ આઉટ ‘કહેવામાં આવે છે. આ ઘટનામાં બોલને ગણવામાં આવતો નથી પરંતુ વિકેટ ગણવામાં આવે છે.

Next Article