IPL 2021: ધોની ફરી જોવા મળ્યો જુના અંદાજમાં, પ્રેક્ટિસ સેશનમાં છગ્ગાનો વરસાદ કર્યો, જુઓ Video

|

Sep 19, 2021 | 2:29 PM

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરીફ ટીમોને ચેતવણી આપતો હોય તે રીતે પ્રેકટીસ કરી હતી. શનિવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ધોની સિક્સર ફટકારતો જોવા મળ્યો હતો.

IPL 2021: ધોની ફરી જોવા મળ્યો જુના અંદાજમાં, પ્રેક્ટિસ સેશનમાં છગ્ગાનો વરસાદ કર્યો, જુઓ Video
ms dhoni rings warning bells to rival ipl teams with big sixes in training

Follow us on

IPL 2021:મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની આગેવાનીવાળી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) રવિવારે આઇપીએલનો બીજો તબક્કો ફરી શરૂ થશે ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે.

CSKએ ધોનીનો (Mahendra Singh Dhoni) એક વીડિયો શેર કર્યો છે જે પ્રેક્ટિસ ગેમમાં બોલરો હંફાવી રહ્યો છે. એપ્રિલ-મેમાં કોવિડ -19 ની બીજી લહેર તબાહી મચાવી હોવાથી આઈપીએલ બાયો-બબલ (Bio-bubble)નો પણ ભંગ થયો હતો, જેના કારણે ટૂર્નામેન્ટને 29 રમતો બાદ સ્થગિત કરવાની ફરજ પડી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આઈપીએલ 2021ની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) પોતાની 7 માંથી 4 મેચ જીતી છે અને પહેલા હાફમાં 3 હારી છે. તે પોઈન્ટ ટેબલ (Points table)માં ચોથા નંબરે છે. તે જ સમયે, આઇપીએલ(Indian Premier League14 માં, ચેન્નાઇએ મોટી વાપસી કરી અને તેઓ વર્તમાન પોઇન્ટ ટેબલમાં ટોચની ટીમ ડીસીથી માત્ર બે પોઇન્ટ પાછળ છે. ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી છે.

આઇપીએલ (Indian Premier League)ના બાયો બબલમાં કોરોના કેસ આવ્યા બાદ તેને મે મહિનામાં મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આ ટુર્નામેન્ટ ભારતથી યુએઈમાં શિફ્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2020 (Indian Premier League) માં, સીએસકે પ્લેઓફ સુધી પહોંચી શક્યું નથી. પરંતુ આ વખતે ટીમે પ્રથમ તબક્કામાં જબરદસ્ત વાપસી કરી છે.

જ્યાં સુધી ચેન્નાઈની વાત છે, એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટન્સી હેઠળની આ ટીમ UAE માં છેલ્લી સીઝનની નિષ્ફળતાને પાછળ રાખીને સંપૂર્ણ રંગમાં જોવા મળી હતી. એટલે કે પ્રથમ હાફમાં 2020 (Indian Premier League)સીઝન પહેલાની ચેન્નઈ સુપર કિંગ્સ જોવા મળી હતી. ટીમે શાનદાર શરૂઆત કરી અને 7 માંથી 5 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી.

પરંતુ હવે UAE નો પડકાર ફરી એક વખત આ ટીમ સામે છે. ધોનીની ટીમને ગત સિઝનમાં યુએઈમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. તે પ્રથમ વખતે ચેન્નાઇ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે, આ વખતે ટીમ વધુ સારી રીતે તૈયાર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ માટે પડકાર સરળ બનવાનો નથી એ પણ નક્કી છે.

આ પણ વાંચો : IPL 2021: આજે દુબઇમાં બીજા તબક્કાની શરુઆતની મેચમાં જ રોહિત શર્મા અને સુરેશ રૈના વચ્ચે આ મામલે ટક્કર જોવા મળશે

Next Article