IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ધોની હવે ચેન્નાઈનો કેપ્ટન નથી, તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 શરૂ થવાના એક દિવસ પહેલા આ જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.
ધોનીએ ચેન્નાઈને પાંચ વખત IPL જીતાડ્યું, એટલું જ નહીં, તેણે ટીમને પાંચ વખત ફાઈનલમાં પણ પહોંચાડી. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 10 IPL ફાઈનલ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બની છે. 2008, 2012, 2013, 2015 અને 2019માં તે ટીમને ફાઈનલમાં લઈ ગયો હતો.
THE GREATEST CAPTAIN IN CRICKET HISTORY.
– Thank you, MS Dhoni. pic.twitter.com/HcHulamZW3
— Johns. (@CricCrazyJohns) March 21, 2024
ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLની શરૂઆત પહેલા કેપ્ટન્સનું એક ફોટોશૂટ છે જેમાં ધોનીની જગ્યાએ ગાયકવાડ પહોંચ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે માત્ર 3 સિઝન રમી છે. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. પરંતુ 2021માં તેને તેની પૂરી તક મળી અને આ ખેલાડીએ એક સદી અને 4 અડધી સદીના આધારે 635 રન બનાવ્યા. 2022માં ગાયકવાડે માત્ર 368 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી સિઝનમાં ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગાયકવાડે IPLમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે અને 39થી વધુની એવરેજથી 1797 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 135થી વધુ છે.
OFFICIAL STATEMENT: MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad. #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
ઋતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તે રણજીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરે છે. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધોની તેના નેતૃત્વના ગુણો જાણે છે અને તેથી જ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મળી છે.
આ પણ વાંચો : IPL 2024: નવા નિયમની સાથે રોમાંચક હશે આઈપીએલની 17મી સીઝન, બોલરને મળશે ફાયદો
Published On - 4:21 pm, Thu, 21 March 24