મહંમદ સિરાજને લોકડાઉન ફળ્યુ, બોલીંગ ટેકનીકને સુધારવા માટે કરેલી મહેનત ઓસ્ટ્રેલીયા સામે રંગ લાવી
ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર ભારતીય ટીમના સિતારાઓમાં સૌથી વધુ ચર્ચા મહંમદ સિરાજ (Mohammad Siraj) ને મળી છે. પિતાના નિધન છતાં પણ તે ટીમની સાથે રોકાયો હતો. ટેસ્ટમાં ડેબ્યુ કરીને તે બ્રિસબેન (Brisbane ) માં મળેલી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સિરાજના પ્રદર્શનને લઇને તેના માટે ખૂબ કહેવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર ભારતીય ટીમના સિતારાઓમાં સૌથી વધુ ચર્ચા મહંમદ સિરાજ (Mohammad Siraj) ને મળી છે. પિતાના નિધન છતાં પણ તે ટીમની સાથે રોકાયો હતો. ટેસ્ટમાં ડેબ્યુ કરીને તે બ્રિસબેન (Brisbane ) માં મળેલી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
સિરાજના પ્રદર્શનને લઇને તેના માટે ખૂબ કહેવામાં આવ્યુ છે. સિરાજે ત્યાં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત પણ કરવી પડી હતી. ગત વર્ષે કોરોના મહામારી (Corona Epidemic) ને લઇને લોકડાઉન કરવામાં આવ્યુ હતુ. આ જ તે યોગ્ય સમય હતો. જ્યારે તેણે પોતાની બોલીંગનો બદલાવ કર્યો હતો. ત્યારબાદ તે ખૂબ જ ખતરનાક બોલર તરીકે સામે આવ્યો હતો.
ઓસ્ટ્રેલીયા સિરીઝમાં સિરાજએ પોતાની ટેસ્ટ કેરિયરની શરુઆત કરી હી. અને ફક્ત ત્રણ જ મેચમાં તે ભારતના સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. બ્રિસબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની બીજી ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપીને ભારતને મોટા લક્ષ્યની મુશ્કેલીથી બચાવ કર્યો હતો. સિરાજે સિરીઝમાં ભારત માટે સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડીયા સાથે વાત કરતા સિરાજે લોકડાઉન દરમ્યાન કરવામાં આવેલી પોતાની તૈયારીઓ અંગે બતાવ્યુ હતુ. જેમાં સૌથી ખાસ હતુ, એક જ સ્ટંપ પર બોલીંગ કરવાની. સિરાજે આ અંગે વાત કરતા બતાવ્યુ હતુ કે, મને ખ્યાલ હતો કે આ સિઝન મારા માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે. કારણ કે આઇપીએલ ની પાછળની સિઝનમાં મે સારુ પ્રદર્શન કર્યુ નહોતુ. જેથી લોકડાઉન દરમ્યાન મે મારી બોલીંગ પર ખૂબ કામ કર્યુ હતુ. મે ફક્ત એક જ સ્ટંમ્પ લગાવીને તેની પર જ અભ્યાસ કર્યો હતો.
સિરાજે સાથે જ બતાવ્યુ હતુ કે, ભારતીય ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો છે. સાથે જ સાચો માર્ગ પણ તેમણે બતાવીને મદદ કરી હતી. સિરાજ મુજબ, વિરાટ ભાઇએ કહ્યુ કે મારી અંદર સારુ કરવાની ક્ષમતા છે. તેમણે જ મને કહ્યુ કે એક જ લાઇન અને લેન્થમાં નિરંતર બોલીંગ કરુ, મે એમ જ કરવાની કોશિષ કરી હતી.
લોકડાઉનના દરમ્યાન મહેનતની પ્રથમ ઝલક યુએઇમાં રમાયેલા પ્રથમ IPL 2020માં જોવા મળી હતી. પછી ઓસ્ટ્રેલીયામાં પુરો શો જોવા મળ્યો હતો. IPL 2020માં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની સામે એક જ મેચમાં સિરાજ એ શ્રેષ્ઠ સ્વિંગ બોલીંગ નો કમાલ દર્શાવી તહલકો મચાવી દીધો હતો. તે મેચમાં જ તેણે 2 મેડન ઓવર નાંખીને ઇતિહાસ રચી દીધો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયા સિરીઝમાં તેમના પ્રદર્શનના સાક્ષી દેશ અને દુનિયા ક્રિકેટ ચાહકો બન્યા.