1972 ઓલમ્પિકમાં કાંસ્ય અને 1975માં હોકી વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી માઈકલ કિંડોએ છોડી દુનિયા

ભારતના પૂર્વ હોકી ખેલાડી માઈકલ કિંડો (Michael Kindo)નું 73 વર્ષની વયે 31 ડિસેમ્બરે નિધન થયુ છે. કિંડો 1972માં ઓલમ્પિક (Olympic)માં કાંસ્ય પદક (Bronze Medal) મેળવ્યો હતો.

1972 ઓલમ્પિકમાં કાંસ્ય અને 1975માં હોકી વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી માઈકલ કિંડોએ છોડી દુનિયા

ભારતના પૂર્વ હોકી ખેલાડી માઈકલ કિંડો (Michael Kindo)નું 73 વર્ષની વયે 31 ડિસેમ્બરે નિધન થયુ છે. કિંડો 1972માં ઓલમ્પિક (Olympic)માં કાંસ્ય પદક (Bronze Medal) મેળવ્યો હતો. જ્યારે વર્ષ 1975માં વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતા. કિંડો ઉંમરને આધીન બિમારીઓથી પરેશાન હતા. તેમણે ઝારખંડ (Jharkhand)ના રાઉર કેલા હોસ્પિટલ (Rour kela Hospital)માં અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના એક સભ્ય દ્વારા અપાયેલી જાણકારી મુજબ માઈકલ કિંડોનું નિધન જનરલ હોસ્પીટલમાં થયુ છે. જ્યાં તે ઘણાં લાંબા સમયથી દાખલ કરવામાં આવેલા હતાં. તે ડિપ્રેશનની બિમારીથી પણ સંઘર્ષ કરી રહ્યા હતા.

https://twitter.com/sports_odisha/status/1344610032520843266?s=20

કિંડોના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવનાર છે. હોકી ઈન્ડીયાએ કિંડોના મોતને લઈને શોક વ્યક્ત કર્યો છે. કિંડો ભારતીય ટીમમાં ફુલ બેકના રુપમાં રમતા હતા. તેઓએ ટીમ ઈન્ડીયાના હિસ્સો હતા. જેણે 1975માં કુલુઆલંપુરમાં રમાયેલા હોકી વિશ્વ કપને જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. આ પહેલા 1972માં મ્યૂનિખમાં રમાયેલા ઓલમ્પિક રમતોમાં કાંસ્ય પદક જીતનારી ટીમના પણ હિસ્સો હતા. જેમાં તેમણે 3 ગોલ કર્યા હતા.

https://twitter.com/TheHockeyIndia/status/1344609333946900480?s=20

કિંડો હોકી રમવાવાળા દેશના પ્રથમ આદિવાસી ખેલાડી હતી. ઓડિશાના રમત ગમત મંત્રાલયે પણ તેમના અવસાનને લઈને ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે, લીજેન્ડરી માઈકલ કિંડોના નિધન પર ઉંડાણપૂર્વકની સંવેદનાઓ, પહેલા આદિવાસી જેઓ ભારત માટે રમ્યા. તેમણે ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો અને વિશ્વકપ મેડલ જીત્યો. તેમની આત્માને શાંતિ મળે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati