Ashes Series : એશિઝમાં ઇંગ્લેન્ડની હાર, અનુભવી ખેલાડીએ IPLનું કારણ જણાવ્યું

|

Jan 01, 2022 | 3:43 PM

ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી કંઈ જ શાનદાર પ્રદર્શન કરી શકી નથી. તે હાલમાં શ્રેણીમાં 0-3થી પાછળ છે.

Ashes Series : એશિઝમાં ઇંગ્લેન્ડની હાર, અનુભવી ખેલાડીએ IPLનું કારણ જણાવ્યું
England cricket team disappointing performance in the Ashes Series

Follow us on

Ashes 2021 /22: ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણી (Ashes Series)માં ઈંગ્લેન્ડના પ્રદર્શનથી તેના દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકો ખૂબ જ નિરાશ અને ગુસ્સામાં છે. એશિઝ શ્રેણી (Ashes Series)ની ત્રણ મેચ રમાઈ છે, જે જીતીને યજમાન ઓસ્ટ્રેલિયા (Australia)એ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ (England)ને બ્રિસ્બેન, એડિલેડ અને મેલબોર્નમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ખેલાડીઓના પ્રદર્શનથી નારાજ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન (Batsman)માઈક આથર્ટ ( Michael Atherton)ને કહ્યું કે, ટીમે હવે આઈપીએલ (Indian Premier League)માટે આંતરરાષ્ટ્રીય મેચો છોડવી જોઈએ નહીં.

એથર્ટને સ્પષ્ટ કહ્યું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ટીમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. તેમનું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ આઈપીએલ(Indian Premier League)ને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું જે ખોટું છે. હવે બોર્ડે તેને રોકવા માટે મોટા નિર્ણયો લેવા જોઈએ અને કેટલાક મોટા ફેરફારો પણ કરવા જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ECB તરફથી મોટી માગ

એક વેબસાઈટે તેની કોલમમાં લખ્યું, ‘ઈસીબી ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓને મોટી રકમ ચૂકવે છે. જોકે ECB તેને સરળતાથી IPL (Indian Premier League) રમવા માટે બે મહિનાનો સમય આપે છે. ECB તેમની સાથે 12 મહિનાનો સોદો કરે છે અને પછી IPL સરળતાથી રમવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે, આવું ન થવું જોઈએ. તેણે આગળ કહ્યું, ‘ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ફરજ છોડીને IPLમાં ન રમવું જોઈએ.

રૂટને પદ પરથી હટાવવાની માગ કરી

આ પહેલા એથર્ટને રૂટને પદ પરથી હટાવવાની માગ કરી હતી. રૂટે એશિઝ શ્રેણીમાં જે રીતે કેપ્ટનશિપ કરી છે તેની આકરી ટીકા કરી છે અને તેના સ્થાને બેન સ્ટોક્સને કેપ્ટન બનાવવાની માગ કરી છે. એથર્ટને માત્ર રૂટ પર જ નહીં પરંતુ ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ પર પણ પ્રહાર કર્યો છે અને તેને હટાવવાની પણ માગ કરી છે. રૂટે અત્યાર સુધી ત્રણ એશિઝ શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપ કરી છે પરંતુ તે એક પણ જીતી શક્યો નથી.

 

આ પણ વાંચો : PM Kisan 10th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM-કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો, 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા

Next Article