મારાડોનાને શ્રદ્ધાંજલી આપવા માટે મેદાન પર જર્સી ઉતારનાર મેસી દંડાયો, ક્લબને પણ દંડનો ફટકાર

|

Dec 03, 2020 | 11:37 PM

ગત સપ્તાહે અવસાન પામેલા પ્રસિદ્ધ ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોનાને શ્રદ્ધાંજલી આપવી આર્જેન્ટીનાના ખેલાડીને ભારે પડી ગયુ છે. મારાડોનાને શ્રદ્ધાંજલી આપવા માટે આર્જેન્ટીના ના ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ પોતાની ટીમની અધીકારીક જર્સી ઉતારી દીધી હતી. તેની આ જર્સી ઉતારી દેવાની હરકતને લઇને તેની પર 600 યુરોનો દંડ લગાવવામાં આવ્યો છે. ફુટબોલ મહાસંઘ દ્રારા મેસીની સાથે બાર્સિલોના […]

મારાડોનાને શ્રદ્ધાંજલી આપવા માટે મેદાન પર જર્સી ઉતારનાર મેસી દંડાયો, ક્લબને પણ દંડનો ફટકાર

Follow us on

ગત સપ્તાહે અવસાન પામેલા પ્રસિદ્ધ ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોનાને શ્રદ્ધાંજલી આપવી આર્જેન્ટીનાના ખેલાડીને ભારે પડી ગયુ છે. મારાડોનાને શ્રદ્ધાંજલી આપવા માટે આર્જેન્ટીના ના ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ પોતાની ટીમની અધીકારીક જર્સી ઉતારી દીધી હતી. તેની આ જર્સી ઉતારી દેવાની હરકતને લઇને તેની પર 600 યુરોનો દંડ લગાવવામાં આવ્યો છે.

ફુટબોલ મહાસંઘ દ્રારા મેસીની સાથે બાર્સિલોના ને પણ 180 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. મેસીને આ માટે પીળુ કાર્ડ પણ દર્શાવવામા આવ્યુ હતુ. તે અને ક્લબ આ નિર્ણયની સામે અપીલ કરી શકે છે. સ્પેનિશ ફુટબોલ મહાસંઘ ની પ્રતિસ્પર્ધા સમિતિ એ સ્પેનિશ લીગમાં ઓસાસુના પર બાર્સીલોનાએ 4-0 થી જીત મેળવ્યા બાદ આ દંડ કરવામાં આવ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આર્જેન્ટીના ના સ્ટાર મેસ્સીએ ગોલ કરવાના બાદમાં બાર્સીલોનાની જર્સી ઉતારીને મારાડોનાની જુની ક્લબ નેવેલ્સ ઓલ્ડ બોયઝની જર્સી પહેરી લીધી હતી. જેના પછી બંને હાથ આસમાન તરફ ઉઠાવીને ઇશારો પણ કર્યો હતો. મેચ પછી મેસીએ પોતાની તસ્વીર ની સાથે મારાડોનાની તસ્વીર પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, ફેયરવેલ ડિએગો.

 

https://twitter.com/LaLiga/status/1334437218518069249?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:36 pm, Thu, 3 December 20

Next Article