Meet the Champions: 75 સ્ટાર ઓલિમ્પિયન્સ PMના ‘ફિટ ઈન્ડિયા’ મિશનને ભારતભરની શાળાઓમાં લઈ જશે

|

Nov 20, 2021 | 3:57 PM

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને શિક્ષણ મંત્રાલય હવે આગામી બે વર્ષમાં 'મીટ ધ ચેમ્પિયન્સ' પ્રોગ્રામ તરીકે આ મેગા પ્લાનને ચલાવવા માટે કામ કરી રહ્યા છે.

Meet the Champions: 75 સ્ટાર ઓલિમ્પિયન્સ PMના ફિટ ઈન્ડિયા મિશનને ભારતભરની શાળાઓમાં લઈ જશે
PM Modi (File Image)

Follow us on

Meet the Champions: નીરજ ચોપરા, પીવી સિંધુ (PV Sindhu) લોવલિના બોર્ગોહેન ( Lovlina Borgohain) રવિ દહિયા, ભારતની હોકી ટીમના સભ્યો અને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ લખનાર અન્ય એથ્લેટ્સ ટૂંક સમયમાં તમારી નજીકની શાળાની મુલાકાત લેવા આવી શકે છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ 16 ઓગસ્ટના રોજ તેમના નિવાસ સ્થાને ટોક્યો ઓલિમ્પિકના નાયકો સાથેની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને મળવા અને પ્રેરણા આપવા માટે ટુકડીને 75 શાળાઓની મુલાકાત લેવા જણાવ્યું હતું.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને શિક્ષણ મંત્રાલય હવે આગામી બે વર્ષમાં ‘મીટ ધ ચેમ્પિયન્સ’ ‘Meet the Champions’પ્રોગ્રામ તરીકે આ મેગા પ્લાનને ચલાવવા માટે જોડાણ કરવા પર કામ કરી રહ્યા છે. ઓલિમ્પિયન્સ દ્વારા શાળાની મુલાકાત આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે.

75 ઓલિમ્પિયન (Olympians)બે વર્ષમાં ભારતભરની 75 શાળાઓ સાથે વાર્તાલાપ કરશે અને દરેક મુલાકાત દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સાથે એક કલાક વિતાવશે, તેમની સાથે સંતુલિત આહર તંદુરસ્તી અને રમતગમતના મહત્વ વિશે વાત કરશે. તેઓ વિદ્યાર્થીઓ સાથે ખાસ ‘ફિટ ઈન્ડિયા ક્વિઝ'(Fit India Quiz)માં પણ ભાગ લઈ શકે છે.

આ કાર્યક્રમની શરૂઆત પહેલાં ડિસેમ્બરમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યુવા બાબતો અને રમત-ગમત મંત્રી અને શિક્ષણ મંત્રી સાથે 1,000 શાળાના વિદ્યાર્થીઓ અને અગ્રણી ટોક્યો ઓલિમ્પિયન્સ (Tokyo Olympians) સાથે એક મોટો કાર્યક્રમ યોજાશે. અન્ય ઘણા ભારતીય ઓલિમ્પિયન ભારતભરના અડધા ડઝનથી વધુ સ્થળોએથી વર્ચ્યુઅલ રીતે હાજર રહેશે. આ કાર્યક્રમ ‘Azadi Ka Amrit Mahotsav’ થીમ હેઠળ યોજાશે.

પીએમ મોદીએ ઓલિમ્પિયનો સાથેની વાતચીતમાં તેમાંથી દરેકને ભારતની 75 શાળાઓની મુલાકાત લેવા વિનંતી કરી હતી. આ પાછળનો વિચાર ટોક્યો ઓલિમ્પિયન્સના વારસાને આગળ વધારવાનો છે જેણે ભારતની અત્યાર સુધીની સૌથી વધુ મેડલ જીત્યા છે. આ તમામ મુલાકાતો વ્યાપક પ્રેક્ષકો માટે વેબકાસ્ટ થવાની અપેક્ષા છે અને સંકલન કરવા માટે એક ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને બોર્ડમાં લાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Swachh Survekshan Awards 2021: ઈન્દોરને સતત પાંચમી વખત સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું, સુરત બીજા ક્રમે, અમદાવાદ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ

 

Next Article