મેચ બાદ હાર્દિક પંડ્યાએ એવુ તે શું કર્યુ કે, તેણે જીતી લીધા ક્રિકેટ પ્રશંસકોના દિલ
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે યોજાયેલી ટી20 સીરીઝની અંતિમ મેચમાં ભલે ભારતે હારનો સામનો કર્યો હોય. પરંતુ ભારતે અગાઉથી જ આ સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. ભારત અગાઉની પ્રથમ બંને મેચ જીતી લેવાને લઈને ભારતે 2-1થી શ્રેણીને જીતી લીધી હતી. આ શ્રેણીમાં ખાસ કરીને નવોદીત ઝડપી બોલર ટી નટરાજને શાનદાર બોલીંગ […]
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે યોજાયેલી ટી20 સીરીઝની અંતિમ મેચમાં ભલે ભારતે હારનો સામનો કર્યો હોય. પરંતુ ભારતે અગાઉથી જ આ સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. ભારત અગાઉની પ્રથમ બંને મેચ જીતી લેવાને લઈને ભારતે 2-1થી શ્રેણીને જીતી લીધી હતી. આ શ્રેણીમાં ખાસ કરીને નવોદીત ઝડપી બોલર ટી નટરાજને શાનદાર બોલીંગ પ્રદર્શન કરીને સૌ કોઈને પ્રભાવિત કરી દીધા હતા. હાર્દિક પંડ્યા પણ તેના પ્રદર્શનથી ખુબ પ્રભાવિત હતો અને જેના કારણે તેણે મેચ પુર્ણ થયા બાદ જોરદાર કામ કરી દેખાડ્યુ હતુ. પંડ્યાએ પોતાને મળેલી મેન ઓફ ધ સીરીઝની ટ્રોફીને નટરાજનને નામે કરી દીધી હતી. હાર્દિક પંડ્યાના આ પગલાએ સૌ કોઈનું દિલ જીતી લીધુ હતુ.
https://twitter.com/hardikpandya7/status/1336296682401644547?s=20
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
યુએઈમાં યોજાયેલી આઈપીએલ 2020માં પોતાની કસેલી બોલીંગ અને ધારદાર યોર્કરને લઈને નટરાજનના તે બે માસ જોરદાર રહ્યા હતા. આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવવાના બાદ તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે નેટ બોલરના સ્વરુપમાં તેને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ વરુણ ચક્રવર્તીની ઈજાને લઈને તેને ટી20 ટીમમાં જગ્યા મળી હતી. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 સીરીઝમાં સ્ટીવ સ્મિથ, આરોન ફીંચ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેનો સામે ખુબ જ શાનદાર બોલીંગ કરી હતી. સીરીઝમાં સૌથી વધુ અસરદાર રહ્યો હતો અને સૌથી વધુ 6 વિકેટ પણ તેણે મેળવી હતી.
https://twitter.com/mipaltan/status/1336303188958355456?s=20
હાર્દિક પંડ્યાએ તેના બોલીંગ પ્રદર્શનને લઈને પોતાને મળેલ મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ નટરાજનના હાથમાં થમાવી દીધો હતો. પંડ્યાએ એવોર્ડ સેરેમની બાદ પોતાની ટ્રોફી આપી દઈને નટરાજનના વખાણ કરતી ટ્વીટ પણ કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, નટરાજન, સીરીઝમાં તમે શાનદાર રહ્યા. ઈન્ડીયા માટે ડેબ્યુમાં જ મુશ્કેલ સંજોગોમાં પ્રદર્શન કરવુ તમારી આકરી મહેનત અને પ્રતિભાને લઈ ખૂબ કહે છે. ભાઈ મારી તરફથી તમે જ મેન ઓફ ધ સીરીઝના હકદાર છો. ટીમ ઈન્ડીયાને સીરીઝ જીતની શુભેચ્છા. ત્યારબાદ સોશિયલ મિડીયા પર પ્રશંસકોએ પણ મન મુકીને હાર્દીકના આ પગલાની સરાહના કરી હતી.
Gestures like giving his Man of the Series award to an equally deserving Natarajan show just how much Hardik Pandya has matured over the last couple of years. Makes me feel really happy as an Indian cricket fan. pic.twitter.com/1MpZR8N3ci
— Joy Bhattacharjya (@joybhattacharj) December 8, 2020
Hardik Pandya handed over his Man of the Series trophy to Natarajan for the Team India photos.
It made me realise that I'm a complete sucker for small moments like these in sport.
— Anu Menon (@ExLolaKutty) December 8, 2020
Hardik Pandya – The most down to earth human being. He handed his Man Of The Series award to T Natarajan because he felt he deserved that award. pic.twitter.com/T9DZ6zjhNc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 8, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો