દક્ષિણ આફ્રિકા જીતશે T20 World Cup! કોચે પ્લાન તૈયાર કર્યો, IPLરમી રહેલા ખેલાડીઓને કહ્યું

|

Sep 15, 2021 | 11:58 PM

દક્ષિણ આફ્રિકા હજુ સુધી ટી 20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી. તે એક વખત પણ વર્લ્ડ કપની ફાઈનલમાં પણ પહોંચી શક્યુ નથી.

દક્ષિણ આફ્રિકા જીતશે T20 World Cup! કોચે પ્લાન તૈયાર કર્યો, IPLરમી રહેલા ખેલાડીઓને કહ્યું

Follow us on

IPL 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજિત કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન લીગ (Indian League)નો આ બીજો તબક્કો 15 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ ટી 20 વર્લ્ડ કપ શરૂ થશે જે 14 નવેમ્બર સુધી ચાલશે. આ વર્લ્ડ કપ પણ યુએઈ (UAE)માં રમાશે અને ઓમાન પણ સંયુક્ત રીતે તેનું આયોજન કરશે.

 

વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા યુએઈમાં રમવાથી ખેલાડીઓને મદદ મળશે. તે યુએઈની પરિસ્થિતિમાં ટેવાઈ જશે અને આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં તેની સંબંધિત ટીમો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ક્રિકેટ ટીમના કોચ માર્ક બાઉચર પણ તેમના ખેલાડીઓ પાસેથી એવી જ અપેક્ષા રાખે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

બાઉચરને આશા છે કે ટી ​​20 વર્લ્ડ કપ (T20 World Cup)ટીમમાં તેના ખેલાડીઓ આઈપીએલ (IPL)માં રમતી વખતે યુએઈની પરિસ્થિતિ વિશે જાણશે, જે આઈસીસી ટુર્નામેન્ટ દરમિયાન તેમને મદદ કરશે. દક્ષિણ આફ્રિકા એક પણ વખત ટી 20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી.

 

તેણે એમ પણ કહ્યું કે તેના ખેલાડીઓએ આઈપીએલ દરમિયાન યોગ્ય સમયે ફોર્મની ટોચ પર પહોંચવું પડશે. બાઉચરે એક સમચારપત્ર સાથેની વાતચીતમાં કહ્યું કે અમે IPLમાં રમવા જનારા ખેલાડીઓ સાથે વાત કરી છે. તેઓએ ખૂબ શિસ્તબદ્ધ રહેશે, ટીમે યોગ્ય સમયે ટોચ પર પહોંચવાનું છે.

 

તેઓ એવી પરિસ્થિતિઓમાં રમવાની કેટલીક માહિતી પણ એકત્ર કરશે, જે તેમને મોટી ટુર્નામેન્ટ (ટી 20 વર્લ્ડ કપ) માટે તૈયાર કરશે અને જો તેઓ પોતાની જાતને યોગ્ય રીતે મેનેજ કરી શકે અને નેટ અને ત્યાંની પરિસ્થિતિઓમાં સારો સમય પસાર કરી શકે.

 

શ્રીલંકાને હરાવ્યું

બાઉચરનું આ નિવેદન ટી -20 સિરીઝમાં શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકા(South Africa)ની 3-0થી જીત બાદ આવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ પર પણ જીત મેળવી હતી. બાઉચરે કહ્યું “આ ટીમ જાણે છે કે તે હજી પૂર્ણ નથી તેથી અમારી પાસે ઘણી બધી બાબતો વિશે વાત કરવાની છે.

 

 

અમે શું શીખ્યા અને એક ટીમ તરીકે શું જોઈએ છે તેના પર અમે સારી વાતચીત કરી છે. IPL 2021ની રમત ભારતીય મેદાનો પર ચાલી રહી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત કરી દેવાઈ હતી. હવે તેની બાકીની 31 મેચ UAEમાં આયોજિત કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : IPL 2021 ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળી, આ દિવસે ટિકિટનું વેચાણ શરૂ થશે

 

Next Article