tokyo olympics : મેડલ ન જીતનારા ખેલાડીઓને, ફાર્મા કંપની 11-11 લાખ રૂપિયા આપશે

|

Aug 13, 2021 | 1:49 PM

ટોક્યો ઓલિમ્પિકમાં કેટલાક ખેલાડી હાર્યા છે પરંતુ લોકોનું દિલ જીતી લેનારા આ 20 ખેલાડીઓને આ ફાર્મા કંપની 11-11 લાખ રૂપિયા આપશે

tokyo olympics : મેડલ ન જીતનારા ખેલાડીઓને, ફાર્મા કંપની 11-11 લાખ રૂપિયા આપશે
મેડલ ન જીતનારા ખેલાડીઓને, ફાર્મા કંપની 11-11 લાખ રૂપિયા આપશે

Follow us on

tokyo olympics :ટોક્યો ઓલિમ્પિકમાં કેટલાક ખેલાડીઓ એવા હતા, જેમણે મેડલ ન જીત્યા પરંતુ તેમના પ્રદર્શને લોકોનું દિલ જીત્યું છે.આ વખતે ભારતની સૌથી મોટી ટુકડીએ ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics)માં ભાગ લીધો હતો. પરંતુ મેડલનો આંકડ 10ને સ્પર્શી શક્યો નથી. જોકે, આ વખતે ઓલિમ્પિક ભારત માટે ઘણી રીતે યાદગાર હતી. એથ્લેટિક્સ (Athletics)ની ઘટનામાં ભારતને ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ મળ્યો હતો,

જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમ (Indian men’s hockey team)41 વર્ષ બાદ મેડલ જીતવામાં સફળ રહી હતી. જોકે કેટલાક ખેલાડીઓ એવા હતા જેમણે મેડલ જીત્યો ન હતો પરંતુ તેમના પ્રદર્શનને ઘણું નામ કમાવ્યું હતું. લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યા હતા, એક કંપનીએ તેમને કેટલીક ઇનામની રકમ આપવાનું મન બનાવી લીધું છે.

એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઈન્ડ ફાર્મા (Mankind Pharma)એ ભારતીય રમતવીરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જે 20 ખેલાડીઓને 11 લાખ રૂપિયા આપીને તેમનું સન્માન કરશે. આ તે ખેલાડીઓ છે જે ટોક્યોથી મેડલ જીતીને નહીં પરંતુ લોકોનું દિલ જીતીને પરત ફર્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીએ તેમના ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં આ ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેમણે તેમની મહેનતને સલામ કરી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફાર્માસ્યુટિકલ કંપની 20 ખેલાડીઓને 11-11 લાખ રૂપિયા આપશે

મહિલા હોકી ટીમના 16 સભ્યો ઉપરાંત, બોક્સર સતીશ કુમાર, કુસ્તીબાજ દીપક પૂનિયા, શૂટર સૌરભ ચૌધરી અને ગોલ્ફર અદિતિ અશોકના નામ 20 ખેલાડીઓ (Players)માં સામેલ છે જેમને ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા 11 લાખ રૂપિયા આપવામાં આવશે. ફાર્મા કંપની (Pharma Company)ના વાઈસ ચેરમેન અને એમડી રાજીવ જુનેજાએ કહ્યું, “અમને લાગે છે કે અમારા ખેલાડીઓએ દરેક રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

અલબત્ત તે ભલે જીતી ન હોય, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે. ” ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics)માં ભારતે આ વખતે કુલ 7 મેડલ જીત્યા છે, જે લંડનમાં જીતેલા 6 મેડલ્સના પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દે છે. આ 7 મેડલમાં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે.

આ પણ વાંચો : Test match : રોહિત શર્મા લોર્ડ્સમાં સદી ચૂકયો, ચાહકોએ સંજય માંજરેકરને ટ્રોલ કર્યા

Published On - 1:49 pm, Fri, 13 August 21

Next Article