IPL 2023 ની મંગળવારે મેચ લખનૌના અટલ બિહારી વાયજપેયી સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા માર્કસ સ્ટોઈનિસે 89 રનની ઈનીંગ રમી હતી. મુંબઈ સામે 3 વિકેટના નુક્શાન પર 177 રન નોંધાવ્યા હતા. મુંબઈ માટે રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ સારી શરુઆત કરી હતી. લખનૌનો અંતમાં 5 રનથી વિજય થયો હતો. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને મુંબઈએ 172 રન નોંધાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને માટે પ્લેઓફની ટિકિટ કાપવા માટે મંગળવારની મેચ મહત્વની હતી. બંને ટીમને માટે આ 2 પોઈન્ટ ખૂબ જ જરુરી હતા. આ માટે બંને વચ્ચેની ટક્કર જબરદસ્ત જોવા મળી હતી. મુંબઈ હવે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને અને જીત સાથે લખનૌ ત્રીજા સ્થાને પહોંચ્યુ છે. સ્ટોઈનિશ અને કૃણાલ પંડ્યાની રમતે મુંબઈ સામે લડાયક પડકાર રચ્યો હતો.
લખનૌમાં મુંબઈની શરુઆત સારી રહી હતી. ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ સારી ભાગીદારી રમત નોંધાવી હતી. ઈશાન અને રોહિત વચ્ચે 90 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઈશાને અડધી સદી નોંધાવી હતી. જોકે રોહિત શર્માએ 90 રનના સ્કોર પર પોતાની વિકેટ મોટા શોટના ચક્કરમાં ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ 25 બોલમાં 37 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. રવિ બિશ્નોઈએ તેને દીપક હૂડાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ઈશાન કિશને શાનદાર રમત વડે 59 રન નોંધાવ્યા હતા. તેમે 39 બોલમાં આ રન નોંધાવ્યા હતા. ઈશાને 1 છગ્ગો અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવ 9 બોલનો સામનો કરીને 7 રન નોંધાવી ક્લીન બોલ્ડ થયો હતો. યશ ઠાકુરના બોલ પર રિવર્સ સ્વીપ શોટ ફટકારવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. નેહલ વઢેરાએ 20 બોલમાં 16 રન નોંધાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 19 બોલમાં 32 રન નોંધાવ્યા હતા અને અણનમ રહ્યો હતો. તેણે 3 છગ્ગા નોંધાવ્યા હતા. વિષ્ણુ વિનોદે 2 રન નોંઘાવી વિકેટ ગુમાવી હતી. કેમરન ગ્રીન 4 રન નોંધાવી અણનમ રહ્યો હતો.
Published On - 11:38 pm, Tue, 16 May 23