T-20: લગાતાર 13 વર્ષે પણ બેંગ્લોરનું કિસ્મત ના બદલાયુ, વધુ એક વાર ખાલી હાથે પરત ફરશે વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર

|

Nov 07, 2020 | 8:03 AM

T-20 લીગની 13મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના હાથમાં નિષ્ફળતા જ આવી છે. ટુર્નામેન્ટમાં ચઢાવ ઉતાર વાળી રમત બાદ પ્લેઓફ સુધી પહોંચવાની સફર બાદ નિરાશા સાંપડી છે. કેપ્ટન વિરાટ કોહલી એક વાર ફરી થી ટીમને ખિતાબ અપાવવામાં નિષ્ફળ રહ્યો. આ સિઝનમાં ટીમને લગાતાર પાંચ મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટ થી બહાર થવુ પડ્યુ છે. પાછળની સિઝનમાં […]

T-20: લગાતાર 13 વર્ષે પણ બેંગ્લોરનું કિસ્મત ના બદલાયુ, વધુ એક વાર ખાલી હાથે પરત ફરશે વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર

Follow us on

T-20 લીગની 13મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના હાથમાં નિષ્ફળતા જ આવી છે. ટુર્નામેન્ટમાં ચઢાવ ઉતાર વાળી રમત બાદ પ્લેઓફ સુધી પહોંચવાની સફર બાદ નિરાશા સાંપડી છે. કેપ્ટન વિરાટ કોહલી એક વાર ફરી થી ટીમને ખિતાબ અપાવવામાં નિષ્ફળ રહ્યો.

આ સિઝનમાં ટીમને લગાતાર પાંચ મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટ થી બહાર થવુ પડ્યુ છે. પાછળની સિઝનમાં પણ વિરાટ સેના આખરી સ્થાન પર રહી હતી. ટી-20 લીગની 13 મી સીઝનની શરુઆત પહેલા ટીમ કોમ્બિનેશનલ ને લઇને આશ્વત હતી, જોકે પરીણામ એક વાર ફરી થી નિરાશાજનક જ રહ્યુ હતુ. આ તેરમી સિઝન હતી જેમાં ટીમ બેંગ્લોર ટ્રોફી જીતવાના દાવેદાર સાથે ટુર્નામેન્ટમાં ઉતરી હતી. પરંતુ ફરી થી ખાલી હાથે જ પરત ફરી છે.વર્ષ 2008માં બેંગ્લોરની ટીમ સાતમાં સ્થાન પર રહી હતી, વર્ષ 2009 માં અનિલ કુબ્લેની કેપ્ટનશીપમાં ટીમ ફાઇનલ સુધી ની સફર ખેડી શકી હતી, પરંતુ ઉપ વિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો, વર્ષ 2010 માં ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. જ્યારે વર્ષ 2011 મા ટીમને પોતાની બીજી ફાઇનલમાં હાર મળી હતી. વર્ષ 2012 અને વર્ષ 2013 માં પણ બેંગ્લોરની ટીમ પાંચમાં નંબર પર રહી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વર્ષ 2014 માં ટીમનુ પ્રદર્શન વધુ ખરાબ રહ્યુ હતુ. ટીમ સાતમાં સ્થાન પર રહીને ટુર્નામેન્ટ પુર્ણ કર્યો હતો. વર્ષ 2015માં બેંગ્લોરે વાપસી કરતા ક્વોલીફાયર 02 માં સ્થાન મેળવ્યુ હતુ,, જોકે ત્યાં પણ હાર મળી હતી અને ખીતાબ જીતવાનુ સપનુ રોળાઇ ગયુ હતુ. વર્ષ 2016માં કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ફાઇનલમાં રમી હતી પરંતુ હૈદરાબાદે તેને હરાવીને ઉપ વિજેતાનો સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2017 ની સિઝન પણ ખુબ ખરાબ રહી હતી. ટીમ છેક આઠમાં નંબર પર રહી હતી. ત્યાર બાદ વર્ષ 2018માં છઠ્ઠા સ્થાન પર રહી હતી, જ્યારે ગત વર્ષ 2019માં સૌથી નિચે આઠમાં સ્થાન પર રહી હતી. વર્ષ 2020 માં પણ પ્લે ઓફમાં પણ સ્થાન  નેટ રન રેટ આધારે મેળવ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article