જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ટ્વિટર પર સામ-સામે આવી ગયા હતા. સાનિયા મિર્ઝાએ વીણા મલિકને કહ્યું કે હું મારા બાળકનું ધ્યાન કેવી રીતે રાખુ તે તમારી અને બાકી દુનિયાની ચિંતા નથી. Veena,I hav not taken my kid to a sheesha place. Not that it’s any of your or the rest […]

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ટ્વિટર પર સામ-સામે આવી ગયા હતા. સાનિયા મિર્ઝાએ વીણા મલિકને કહ્યું કે હું મારા બાળકનું ધ્યાન કેવી રીતે રાખુ તે તમારી અને બાકી દુનિયાની ચિંતા નથી.
Veena,I hav not taken my kid to a sheesha place. Not that it’s any of your or the rest of the world’s business cause I think I care bout my son a lot more than anyone else does 🙂 secondly I am not Pakistan cricket team’s dietician nor am I their mother or principal or teacher https://t.co/R4lXSm794B
— Sania Mirza (@MirzaSania) June 17, 2019
સાનિયા મિર્ઝાની વીણા મલિકે જંક ફૂડવાળી રેસ્ટોરન્ટ આર્ચીમાં તેમના બાળકને લઈ જવાના ટ્વિટની આલોચના કરી હતી. તેની સાથે જ વીણાએ તેમના ટ્વિટમાં કહ્યું કે બાહરના ડિનરની ખેલાડીઓની ફિટનેસ પર ખરાબ અસર પડે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વીણા મલિકે ટ્વિટ કર્યુ કે સાનિયા હું તમારા બાળકને લઈને ખુબ ચિંતિત છું. મને ખબર છે કે આર્ચી જંક ફૂડ માટે જાણીતુ છે અને આ ખેલાડીઓ માટે અને બાળકો માટે સારૂ નથી હોતું. શું તમને ખબર નથી કે તમે એક બાળકની માં છો અને એક ખેલાડી પણ છો. વીણા મલિકના આ ટ્વિટથી સાનિયા મિર્ઝા ભડકી ઉઠી હતી.
Okay so this Happened. First, she tweeted then deleted that tweet right away and blocked me. I mentioned my concerns in a very civilised, calm & composed manner. It could have been a healthy debate. pic.twitter.com/aw6C36xI3o
— VEENA MALIK (@iVeenaKhan) June 17, 2019
સાનિયાએ કહ્યું કે હું મારા બાળકનું ધ્યાન કેવી રીતે રાખુ એ બાકી દુનિયા કે વીણા મલિકને ચિંતા કરવાની જરૂર નથી. હું મારા બાળકનું ધ્યાન ઓછું નથી રાખતી. હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની ડાયટિશિયન નથી અને ના તેમની માતા, પ્રિન્સીપાલ કે શિક્ષક.
ભારત સામે મેચ હાર્યા પછી પાકિસ્તાની ટીમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ખેલાડી શનિવારની રાતે ઈંગ્લેન્ડમાં ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા, જ્યારે બીજા દિવસે ભારત સાથે મેચ હતી. ટીમે તેમની ફિટનેસની કોઈ ચિંતા કરી નથી.
આ પણ વાંચો: ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત
સાનિયા મિર્ઝાના જવાબમાં વીણા મલિકે કહ્યું કે એ જાણીને સારૂ લાગ્યું કે બાળક તમારી સાથે ન હતું. શું મે એવું કહ્યું કે તમે પાકિસ્તાની ટીમના ડાયટીશિયન કે માતા છો? મે કહ્યું કે તમે એક ખેલાડી છો અને તેમને ખબર હોવી જોઈએ કે ફિટનેસ કેટલી મહત્વની છે અને શું તમે એક ક્રિકેટરના પત્ની નથી? તમારે તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવી જોઈએ. સાનિયા અને વીણા મલિકની ટ્વિટ પર થયેલા આ યુધ્ધમાં લોકો પણ સામેલ થયા હતા. પાકિસ્તાનમાં સાનિયા મિર્ઝા ટ્રેન્ડ કરી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]