Emirates Premier League T20: KKR અને મુંબઈ ઈન્ડિયન્સના માલિકોએ ટીમ ખરીદી લીધી ! પ્રથમ સિઝન આવતા વર્ષે રમાશે

|

Nov 22, 2021 | 2:55 PM

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ ટીમ ખરીદી છે.

Emirates Premier League T20: KKR અને મુંબઈ ઈન્ડિયન્સના માલિકોએ ટીમ ખરીદી લીધી ! પ્રથમ સિઝન આવતા વર્ષે રમાશે
Mumbai Indians

Follow us on

Emirates Premier League T20: કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની માલિકીની ટીમ ટૂંક સમયમાં UAEની T20 લીગમાં રમતી જોવા મળશે. ECB (અમિરાત ક્રિકેટ બોર્ડ) એ લીગ માટે છ ટીમોને મંજૂરી આપી છે, જેમાં મુંબઈ અને KKR સાથેના કરાર લગભગ અંતિમ છે. બોર્ડ જાન્યુઆરી-ફેબ્રુઆરી (January-February)માં લીગનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, લીગની પ્રથમ સિઝન આવતા વર્ષે રમાશે, જેનું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવશે.

ECBએ આ વર્ષે ઓગસ્ટમાં પ્રીમિયર T20 લીગની જાહેરાત કરી હતી. જો કે, તે પછી લીગ વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી કારણ કે, તે પછી તેની ચર્ચા ફક્ત પ્રથમ સ્તર પર જ હતી. જો કે, હવે વસ્તુઓ ઘણી આગળ વધી ગઈ છે અને બોર્ડે છ ટીમો સાથે શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. ESPN ના સમાચાર અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના માલિક (મુંબઈ ઈન્ડિયન્સના માલિક) એ બોર્ડ સાથે તમામ વાતચીત કરી લીધી છે અને હવે તેઓ માત્ર સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

ઘણી કંપનીઓ રેસમાં છે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ બે સિવાય કેપ્રી ગ્લોબલ પણ ટીમ ખરીદવાની રેસમાં સામેલ છે. આ કંપનીએ આઈપીએલ ટીમ (IPL Team) ખરીદવા માટે પણ બોલી લગાવી હતી પરંતુ તે સફળ થઈ શકી ન હતી. બિગ બેશ લીગની ટીમ સિડની સિક્સર્સના માલિક અને દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમારે પણ ટીમ ખરીદવામાં રસ દાખવ્યો છે. ECB અધિકારીએ કહ્યું, “તમામ છ કોન્ટ્રાક્ટ ટીમોને આપવામાં આવ્યા છે અને હવે તેના વિશે અંતિમ ચર્ચા ચાલી રહી છે. આર્થિક બાબતો પર વાટાઘાટો પણ ઘણી આગળ વધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકો પણ લીગ વિશેની પ્રારંભિક ચર્ચામાં સામેલ હતા. આઈપીએલના ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુંદર રમન લીગની વ્યૂહરચના ઘડવામાં સામેલ હતા. માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પણ આ લીગની મદદથી ક્રિકેટની દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લીગ છ ટીમો સાથે રમાશે

પ્રાથમિક માહિતી અનુસાર, લીગની મેચ ડબલ રાઉન્ડ રોબિન રમાશે જેમાં 34 મેચો રમાશે. આમાંથી ચાર ટીમો નોકઆઉટમાં પહોંચશે જેમાં ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ રમાશે. ખેલાડીઓને હરાજીમાં લાવવામાં આવશે કે ડ્રાફ્ટમાં તે હજુ નક્કી નથી. યુએઈમાં ટી-20 લીગનું આયોજન આ પહેલીવાર નથી થયું. અગાઉ 2018ના ડિસેમ્બરમાં, ECBની ટી20x નામની લીગ શરૂ થવા જઈ રહી હતી જેમાં એબી ડી વિલિયર્સ, આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા હતા. જો કે, આ લીગ શરૂ થવાના એક મહિના પહેલા રદ કરવામાં આવી હતી કારણ કે પાંચમાંથી માત્ર બે ટીમો સાથે વ્યવહાર થઈ શક્યો હતો.

 

આ પણ વાંચો : ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ

Next Article