Kings XI Punjabનાં કયા યુવા બેટ્સમેન પર ગૌતમ બન્યા ગંભીર? કહ્યું આ સિઝનમાં તેના પર નજર રાખવાની જરૂરત, જાણો કોણ છે આ નવોદિત પ્રતિભા

|

Sep 18, 2020 | 3:42 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, છેલ્લા 12 વર્ષથી ઘણા વિદેશી બેટ્સમેનોએ પોતાનું આગ બતાવ્યું છે. જેમાં ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર,પોલાર્ડ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ શામેલ છે, જેઓ છેલ્લા કેટલાક સિઝનથી પોતાની પ્રદર્શનથી દરેકનું મનોરંજન કરી રહ્યા છે. આ સુપરસ્ટાર આ સિઝનમાં પણ પોતાનું બેટ ચમકાવશે, પરંતુ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે આઈપીએલ […]

Kings XI Punjabનાં કયા યુવા બેટ્સમેન પર ગૌતમ બન્યા ગંભીર? કહ્યું આ સિઝનમાં તેના પર નજર રાખવાની જરૂરત, જાણો કોણ છે આ નવોદિત પ્રતિભા
https://tv9gujarati.com/latest-news/kings-xi-punjab-…ha-shadi-kheladi-159617.html ‎

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, છેલ્લા 12 વર્ષથી ઘણા વિદેશી બેટ્સમેનોએ પોતાનું આગ બતાવ્યું છે. જેમાં ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર,પોલાર્ડ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ શામેલ છે, જેઓ છેલ્લા કેટલાક સિઝનથી પોતાની પ્રદર્શનથી દરેકનું મનોરંજન કરી રહ્યા છે.
આ સુપરસ્ટાર આ સિઝનમાં પણ પોતાનું બેટ ચમકાવશે, પરંતુ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે આઈપીએલ 2020માં મોનિટર થનારા ખેલાડીનું નામ લીધું છે. આ ખેલાડી કિંગ્સ ઇલેવન પંજાબનો પ્રતિભાશાળી યુવા બેટ્સમેન નિકોલસ પૂરણ છે.
છેલ્લા ઘણા સમયથી આઈપીએલમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને તેમની ધૂંઆધાર બેટિંગને કારણે પ્રેક્ષકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ક્રિસ ગેલે આ ખેલાડીઓ માટે મેદાન તૈયાર કર્યું, ઘણા બેટ્સમેનોએ આવીને પોતાને પુરવાર કર્યા. હવે નિકોલસ પૂરણ પાસે સમાન તક છે અને ગંભીરના મતે તે આ સિઝનમાં સારું પ્રદર્શન કરશે.

કોલકાતા નાઈટ રાઇડર્સને 2 વખતનું ચેમ્પિયન બનાવનારા ભૂતપૂર્વ કેપ્ટન ગંભીરે કહ્યું કે, એબી ડીવિલિયર્સ જેવા બેટ્સમેનની જેમ, પુરણ પણ તમામ પ્રકારના શોટ્સ મારવાની ખાસિયત ધરાવે છે. એક શો દરમિયાન ગંભીરે કહ્યું હતું કે, મારા માટે નિકોલસ પૂરણ એ યુવા ખેલાડી છે, જેમને આ આઈપીએલ દરમિયાન દુનિયા જોશે. અમે એબી ડી વિલિયર્સને 360 ડિગ્રી પ્લેયર કહીએ છીએ, પરંતુ પુરણમાં પણ તમામ પ્રકારના શોટની આવડત છે. તે સ્વીપ, રિવર્સ સ્વીપ અને મોટા શોટ પણ રમી શકે છે.

ડાબોડી બેટ્સમેન પુરણ 2019 થી KXIPનો ભાગ છે. તેની પ્રથમ સીઝનમાં, પુરણને થોડી મેચોમાં તક મળી અને તેની તોફાની બેટિંગની ઝલક મળી હતી. પૂરણે 7 મેચમાં માત્ર 168 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 157 હતો. ગંભીરનું માનવું છે કે કિંગ્સ ઈલેવનમાં અનિલ કુંબલેના સમાવેશથી પૂરણ જેવા બેટ્સમેન સારૂ રમી શકશે. ગંભીરે કહ્યું, "જ્યારે આ પ્રકારનો ખેલાડી અનિલ કુંબલે જેવા કોચની દેખરેખ હેઠળ રમે છે, ત્યારે મને ખાતરી છે કે કુંબલે તેની પાસેથી શ્રેષ્ઠ કઢાવી શકશે.
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં આ વખતે પૂરણ ઉપરાંત, ક્રિસ ગેલ, કે.એલ રાહુલ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન છે, જે દર સિઝનમાં તોફાની બેટિંગ માટે જાણીતા છે. આવી સ્થિતિમાં, પુરણને આવા બેટ્સમેન સાથે વધુ સારી રીતે શિખવાની અને પ્રદર્શન કરવાની તક મળશે. કિંગ્સ ઈલેવન પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરના રોજ દિલ્હી કેપિટલ સાથે થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:41 pm, Mon, 14 September 20

Next Article