T20 World Cup 2021: ક્રિસ ગેલ એક મોટા રેકોર્ડની નજીક, પોલાર્ડે ગેલની રમતની પ્રશંસા કરી

|

Oct 17, 2021 | 12:30 PM

23 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. પોલાર્ડના મતે ક્રિસ ગેલ પોતાની શાનદાર રમત બતાવશે

T20 World Cup 2021: ક્રિસ ગેલ એક મોટા રેકોર્ડની નજીક, પોલાર્ડે ગેલની રમતની પ્રશંસા કરી
ગેલ ટી 20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે

Follow us on

T20 World Cup 2021:જો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડ(Kieron Pollard) ની વાત માની લેવામાં આવે તો ક્રિસ ગેલ (Chris Gayle) ટી 20 વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન શાનદાર સાબિત થઈ શકે છે.

તે આ ટી 20 વર્લ્ડ કપT20 World Cup 2021માં આક્રમક રીતે રમી શકે છે અને સારું પ્રદર્શન કરી શકે છે. 23 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. પોલાર્ડે ગેલ (Chris Gayle)ની રમતની પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે અત્યાર સુધી જે પણ પ્રદર્શન કર્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

ક્રિસ ગેલ ટી 20 વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ તોડવાની નજીક છે. પરંતુ તેના આ રેકોર્ડ વિશે વાત કરતા પહેલા કેરેબિયન કેપ્ટને તેના વિશે શું કહ્યું તે જાણવું જરૂરી છે. કિરેન પોલાર્ડે કહ્યું કે, ‘ગેલે વર્લ્ડ કપ, ટી 20 વર્લ્ડ કપ અને વિશ્વભરમાં ટી 20 ક્રિકેટમાં શું કર્યું તેના માટે કોઈ શબ્દો નથી. તેનું અને આપણા બધાનું મુખ્ય લક્ષ્ય ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)જીતવાનું છે. ગેલ પણ આ જ બાબતે વિચારતો હશે. અમને ખાતરી છે કે તે સારું પ્રદર્શન કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગેઇલ સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડથી 97 રન દૂર છે

હવે અમે તમને ક્રિસ ગેલના રેકોર્ડ વિશે જણાવીએ જે તે આ ટી 20 વર્લ્ડ કપમાં તોડી શકે છે. ગેઇલનો રેકોર્ડ ટી -20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર સાથે સંબંધિત છે. અત્યારે ગેઈલ આ યાદીમાં બીજા સ્થાને છે. અને પ્રથમ નંબરે રહેલા શ્રીલંકાના મહેલા જયવર્દનેથી માત્ર 97 રન પાછળ છે. સારી વાત એ છે કે જયવર્દને આ ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)નો ભાગ નથી. એટલે કે, ગેઇલ પાસે તેની રમત સાથે તે રેકોર્ડ તોડવાની દરેક તક છે. પોલાર્ડે કહ્યું કે, “ગેઈલ ટી -20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રનના રેકોર્ડથી માત્ર 97 રન દૂર છે. પરંતુ અમે જાણીએ છીએ કે તે તેના વિશે વિચારતો નથી.

આ વખતે આઈપીએલ 2021 (IPL 2021)સીઝન પોલાર્ડ અને ક્રિસ ગેલ બંને માટે સારી નહોતી. બંને ટીમો ગ્રુપ સ્ટેજથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે, ટી 20 વર્લ્ડ કપની દ્રષ્ટિએ, બંનેએ આઈપીએલ 2021માં રમવાનું સારું પ્રદર્શન કર્યું, કારણ કે, તેને યુએઈની પીચોનો મૂડ જાણવા મળ્યો.

આ પણ વાંચો : UP Assembly Election: સપાએ બાબા સાહેબ વાહિનીનું કર્યું ગઠન, દલિત મતદરોને રીઝવવા BSPના પૂર્વ નેતાને સોંપાયું સુકાન

Next Article