કપિલદેવના મોતના સમાચારની સોશિયલ મીડિયા પર ફેલાઈ અફવા, પૂર્વ ક્રિકેટર મદનલાલે કરી સ્પષ્ટતા

|

Nov 02, 2020 | 10:09 PM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવની તબિયત પાછળના દિવસો દરમ્યાન ખરાબ થઈ હતી. હ્રદય રોગના હુમલાને લઈને તેમની પર સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, હવે તો ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે. કેટલાક લોકોની અફવાઓને લઇને ભારતને પ્રથમ વિશ્વકપ જીતાડનારા કેપ્ટનની મોતની ખબર અફવા રુપે ફેલાઈ ગઈ હતી. હાલના દિવસો દરમ્યાન સોશિયલ […]

કપિલદેવના મોતના સમાચારની સોશિયલ મીડિયા પર ફેલાઈ અફવા, પૂર્વ ક્રિકેટર મદનલાલે કરી સ્પષ્ટતા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવની તબિયત પાછળના દિવસો દરમ્યાન ખરાબ થઈ હતી. હ્રદય રોગના હુમલાને લઈને તેમની પર સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, હવે તો ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે. કેટલાક લોકોની અફવાઓને લઇને ભારતને પ્રથમ વિશ્વકપ જીતાડનારા કેપ્ટનની મોતની ખબર અફવા રુપે ફેલાઈ ગઈ હતી. હાલના દિવસો દરમ્યાન સોશિયલ મીડીયા પર કંઈ પણ આગની માફક ફેલાઈ જાય છે. સેલેબ્રિટીના મોતની અફવા ભરેલા સમાચારો પણ આવતા રહે છે. આ પ્રકારની અફવામાં હવે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર કપિલદેવનું નામ પણ આવી ગયુ હતુ. ટ્વિટર પર 1983ના વિશ્વ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવના મોતની ખબર અચાનક જ કોણ જાણે કેવી રીતે ફેલાવા લાગી ગઈ હતી.

https://twitter.com/Shambhu79094202/status/1323187982782795776?s=20

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

થોડાક દિવસે પહેલા જ તેમને છાતીનો દુખાવાની ફરીયાદ કરતા પરીવારજનો તેમને સારવાર અર્થે લઈ પહોંચ્યા હતા. કપિલદેવને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના હ્રદયની સર્જરી પણ કરવામાં આવી હતી અને હવે તેઓ સ્વસ્થતા અનુભવી રહ્યા છે. તેમની તબિયતમાં પણ હવે ઝડપથી સુધારો આવી રહ્યો છે. તેમની સ્વસ્થતાને લઈને એક વીડિયો પણ તેમનો સામે આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ દરમ્યાનન જ એવા સમાચારો વહેતા થવા લાગ્યા હતા કે, કપિલને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાના પણ સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. હદ પણ ત્યારે જ થઇ ગઇ હતી કે જ્યારે કપિલ દેવને પ્રશંસકો દ્વારા શ્રધ્ધાંજલી પણ આપવાની શરુ થઈ ગઈ હતી. કપિલ દેવના ખોટા સમાચારોને લઇને તેમના સાથી પૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલે ટ્વીટ કરીને કપિલના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે, મારા સાથીના મોતની ખબર અફવા છે અને ખુબ જ ગેરજવાબદારી ભર્યુ કૃત્ય છે. મારા મિત્ર કપિલ દેવ એકદમ સ્વસ્થ છે અને ઝડપથી સાજા થઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article