જાતિવાદના વિરોધમાં ઓસ્ટ્રેલીયાની ટીમ મેદાનમાં ખુલ્લા પગે રચશે કુંડાળુ, જાતિવાદ વિરુદ્ધ અનોખો સંદેશ આપશે

|

Nov 17, 2020 | 5:30 PM

ઝડપી બોલર પેટ કમિંન્સએ કહ્યુ છેકે ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સિરીઝ પહેલા જાતિવાદને લઇને વિરોધ કરશે.જાતિવાદી વિચાર ધારાનો વિરોધ કરવા માટે ખુલ્લા પગ સાથે કુંડાળુ બનાવીને વિરોધ દર્શાવશે. કમિન્સનુ માનવુ છેકે, તેમની ટીમમાં જાતિવાદના વિરુદ્ધમાં પહેલા વધારે કંઇ નથી કર્યુ. કમિન્સે કહ્યુ છેકે, અમે ખુલ્લા પગ સાથે ઉભા રહીને કુંડાળુ કરવાનુ નક્કિ કર્યુ છે. અમે […]

જાતિવાદના વિરોધમાં ઓસ્ટ્રેલીયાની ટીમ મેદાનમાં ખુલ્લા પગે રચશે કુંડાળુ, જાતિવાદ વિરુદ્ધ અનોખો સંદેશ આપશે

Follow us on

ઝડપી બોલર પેટ કમિંન્સએ કહ્યુ છેકે ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સિરીઝ પહેલા જાતિવાદને લઇને વિરોધ કરશે.જાતિવાદી વિચાર ધારાનો વિરોધ કરવા માટે ખુલ્લા પગ સાથે કુંડાળુ બનાવીને વિરોધ દર્શાવશે. કમિન્સનુ માનવુ છેકે, તેમની ટીમમાં જાતિવાદના વિરુદ્ધમાં પહેલા વધારે કંઇ નથી કર્યુ.

કમિન્સે કહ્યુ છેકે, અમે ખુલ્લા પગ સાથે ઉભા રહીને કુંડાળુ કરવાનુ નક્કિ કર્યુ છે. અમે આ રીતે દરેક સિરીઝમાં કરવા માંગીએ છીએ. આ અમારા માટે ખુબ આસાન નિર્ણય રહ્યો છે. એકવાર જ્યારે તમને આ બાબતને લઇને ખ્યાલ આવી જાય છે ત્યારે નિર્ણય આસાન બની જાય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

ફક્ત રમતની રીતે જ નહી પરંતુ માનવતાને નાતે પણ અમે જાતિવાદના વિરોધમાં છીએ. અમે અમારો હાથ ઉપર કરીને કહી શકીએ છીએ કે અમે આ માટે ભુતકાળમાં ખાસ કંઇ કરી શક્યા નથી. પરંતુ અમે હવે વધારે સારી રીતે આમ કરવા ઇચ્છીએ છીએ. એટલા માટે આ એક નાનકડી ચીઝ છે, જેને અમે આ ગર્મીઓમાં જોડવા માંગીએ છીએ.

કમિન્સે એમ પણ કહ્યુ હતુ કે, ખેલાડી વ્યક્તિગત રીતે પણ આ સંબંધે અલગ અલગ રીતે પોતાની રુખ પ્રદર્શીત કરી શકે છે. પરંતુ ટીમના રુપે ખુલ્લા પગે કુંડાળુ રચીને ઉભા રહેવાનુ તેમને સૌથી વિશેષ લાગી રહ્યુ છે. સાથએ જ અમે શિક્ષણ ને લઇને પણ કાર્ય કરવાના છીએ, અમે ઓસ્ટ્રેલીયાના ઇતિહાસની બાબતમાં પણ શિખવાના છીએ.

વેસ્ટ ઇન્ડિઝના પુર્વ ઝડપી બોલર માઇકલ હોલ્ડીંગે પાછળના મહિને બે દિગ્ગજને આડે હાથ લીધા હતા. ઓસ્ટ્રેલીયાની સિમીત ઓવરોની ટીમના કેપ્ટન એરોન ફીંચ, અને ઇંગ્લેંડના મર્યાદીત ઓવરના ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન આ બંનેને હોલ્ડીંગે આડે હાથ કર્યા હતા.

 

સિરીઝમાં જાતિવાદના વિરોધમાં અવાજ ના ઉઠાવવા અને એક ઘુંટણ પર નહી બેસવાને લઇને બંનેની ઝાટકણી કરી હતી. આ પ્રકારની શરુઆત ઇંગ્લેેંન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ થી થઇ હતી. પરંતુ ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન સામેની સિરીઝ દરમ્યાન આમ જોવા મળી શક્યુ નહોતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article