જાડેજા કનક્શન વિવાદઃ સહેવાગ પણ સ્મિથના ઉદાહરણ સાથે આગળ આવ્યો, કહ્યુ ફરીયાદો ના કરો

|

Dec 05, 2020 | 9:29 AM

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની ઇજા અને ત્યાર બાદ તેને કનક્શન ને લઇને ખૂબ બબાલ મચી ચુકી છે. તેને માથામાં ઇજા પહોંચવાને લઇને રમવા અને ડ્રેસીંગ રુમ પહોંચીને  કનક્શન થવાને લઇને અનેક લોકો એ સવાલ ઉઠાવ્યા છે. જોકે હવે ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ કહ્યુ છે કે ભારતીય ટીમ આ મામલે નિર્ણય […]

જાડેજા કનક્શન વિવાદઃ સહેવાગ પણ સ્મિથના ઉદાહરણ સાથે આગળ આવ્યો, કહ્યુ ફરીયાદો ના કરો

Follow us on

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની ઇજા અને ત્યાર બાદ તેને કનક્શન ને લઇને ખૂબ બબાલ મચી ચુકી છે. તેને માથામાં ઇજા પહોંચવાને લઇને રમવા અને ડ્રેસીંગ રુમ પહોંચીને  કનક્શન થવાને લઇને અનેક લોકો એ સવાલ ઉઠાવ્યા છે. જોકે હવે ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ કહ્યુ છે કે ભારતીય ટીમ આ મામલે નિર્ણય લેવામાં યોગ્ય છે. તેણે કહ્યુ હતુ કે માથાની ઇજાઓના સંબંધિત લક્ષણ 24 કલાક સુધી જોવા મળી શકે છે. સહેવાગ ભારત ઓસ્ટ્રેલીયા સીરીઝના પ્રસારણ કર્તા ચેનલ પર એક એક્સપર્ટ ના રુપે સામેલ છે. જેમાં ચર્ચા દરમ્યાન તેણે આ કહ્યુ હતુ.

સહેવાગે કહ્યુ હતુ કે, આપણી તરફ થી આ નિર્ણય એકદમ યોગ્ય હતો. કારણ કે જાડેજા રમવા માટે ફીટ નહોતો. તે બોલીંગ પણ કરી શકતો નહી. આ મોકો હતો જે ભારતીય ટીમને મળ્યો હતો. કારણ કે તેના માથા પર બોલ વાગ્યો હતો. માથા પર બોલ વાગે ત્યારે કોઇએ પણ એ નહી કહી શકે કે કનક્શન તે સમયે જ થશે. તેના માટે તેમાં સમય લાગી શકે છે. 24 કલાક દરમ્યાન આપને લક્ષણ જોવા મળી શકે છે. એટલે ભારતીય ટીમે યોગ્ય સમયે યોગ્ય ફાયદો ઉઠાવ્યો.

સ્ટીવ સ્મિથનુ ઉદાહરણ આપતા સહેવાગે કહ્યુ હતુ કે, સ્મિથને પણ બોલ વાગ્યો હતો. માર્નસ લાબુશન તેમની જગ્યાએ બેટીંગ કરવા માટે આવ્યો હતો. તેણે પણ રન બનાવ્યા હતા. એટલે ઓસ્ટ્રેલીયાને પણ તે ફાયદો મળ્યો હતો. એટલે મને લાગે છે કે ઓસ્ટ્રેલીયાએ ફરીયાદ ના કરવી જોઇએ. તેમનુ તર્ક ભલે તે હોય કે જાડેજાએ બેટીંગ કરીને રન બનાવવાનુ જારી રાખ્યુ. જ્યારે હેલમેટ ડ્રેસીંગ રુમમાં હટાવો છો ત્યારે ચક્કર પણ આવી શકે છે અને સોજો પણ જોવા મળી શકે છે. મને પણ અનેક વાર બોલ વાગ્યો છે, જેથી મને પણ ખબર છે કે હેલ્મેટ પર બોલ વાગવા થી કેવુ લાગે છે. જોકે અમારા સમયમાં આવો નિયમ નહોતો. ઉલ્લેખનિય છે કે, આઇસીસી એ 1, ઓગષ્ટ 2019 થી કનક્શન સબસ્ટીટ્યૂટ નિયમ બનાવ્યો હતો. જેના હેઠળ ખેલાડીને માથામાં કે ગરદનમાં બોલ વાગે તો રીટાયર થઇ શકે છે, જેના બદલે બીજો ખેલાડી રમી શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article