AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Qualifier 1 : ક્વોલિફાયર મેચ પહેલા RCB ટીમની તાકાત થઈ અડધી, સ્ટાર ઓપનર અચાનક લંડન રવાના !

ગુજરાત ટાઇટન્સ સામેની ક્વોલિફાયર મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરને મોટો ફટકો પડ્યો છે. યુવા બેટ્સમેન જેકબ બેથેલ ઈજાને કારણે ઈંગ્લેન્ડ રવાના થયો છે. RCB ટીમનો અન્ય સ્ટાર ઓપનર ફિલ સોલ્ટ પણ હજુ સુધી સંપૂર્ણપણે ફિટ ન હોવાથી RCBની ચિંતા વધી ગઈ છે.

IPL 2026 Qualifier 1 : ક્વોલિફાયર મેચ પહેલા RCB ટીમની તાકાત થઈ અડધી, સ્ટાર ઓપનર અચાનક લંડન રવાના !
Jacob Bethell Ruled Out IPL 2026Image Credit source: PTI
| Updated on: May 24, 2026 | 10:43 AM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્ટાર ઓપનર જેકબ બેથેલ ઈજાને કારણે ઈંગ્લેન્ડ રવાના થયા બાદ સોલ્ટ ક્વોલિફાયરમાં રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. RCB એ IPL 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટેબલમાં ટોચ પર છે. તેઓ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં 55 રનથી હાર્યા હતા. પરંતુ નેટ રન રેટના સારો હોવાના કારણે RCB ટીમ ટોચના સ્થાને છે.

પ્રથમ ક્વોલિફાયર મેચ

IPL 2026માં સીઝનની પ્રથમ ક્વોલિફાયર 26 મેના રોજ ધર્મશાલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમવામાં આવશે. દરમિયાન જેકબ બેથેલની ઈજા ટીમ માટે મોટો ફટકો બની છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેને ડાબી આંગળીમાં ઈજા થઈ હતી. આ કારણે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમી શક્યો ન હતો. તેથી હવે તે ઈજાને કારણે ઈંગ્લેન્ડ પાછો રવાના થયો છે. 4 જૂનથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ રમવામાં આવશે. આ મેચ પહેલાં તેની ઈજાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે.

બેથેલની પ્રતિભા ક્રિકેટ જગતમાં છે જાણીતી

ફિલ સોલ્ટ ઘાયલ થયા બાદ બેથેલને ઓપનિંગ કરવાની તક મળી હતી. ભલે તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો પરંતુ તેની પ્રતિભા ક્રિકેટ જગતમાં જાણીતી છે. ટી20 વર્લ્ડ કપ 2026માં તેણે ભારત સામે શાનદાર સદી ફટકારીને એક હાથે મેચ જીતાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ત્યારે નિષ્ફળ ગયો હતો. ક્વોલિફાયર મેચ જેવા જરૂરી મેચમાં તેની ગેરહાજરી આરસીબી માટે મોટી ખોટ માનવામાં આવે છે.

IPL 2026: RCB vs GT ક્વોલિફાયર 1

રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ સિઝનમાં 14 માંથી 9 મેચ જીતીને 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ પાસે પણ 18 પોઈન્ટ છે. પરંતુ આરસીબીનો નેટ રન રેટ વધુ સારો હોવાથી તેએ ટોપ-1નું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ બંને ટીમો વચ્ચેના પ્રથમ ક્વોલિફાયરના વિજેતાને ફાઇનલમાં સીધી ટિકિટ મળશે. જ્યારે હારનારને બીજા ક્વોલિફાયરમાં બીજી તક મળશે.

આ પણ વાંચો, IPL 2026 MI vs RR: ESA પહેલ હેઠળ 20 હજારથી વધુ બાળકો માટે આજની મેચ બનશે અવિસ્મરણીય !

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">