ટેનિસ પર ફિક્સીંગનો પડછાયો, આઇટીએફે એક ટેનિસ ખેલાડી પર મુક્યો પ્રતિબંધ

|

Dec 22, 2020 | 1:37 PM

અત્યાર સુધીમાં ફિક્સીંગ વિવાદનો શબ્દ ક્રિકેટમાં જ પ્રભુત્વ ધરાવે છે. જોકે હવે સટ્ટાબાજો ધીરે ધીરે હવે અન્ય રમતોમાં પ્રસરવા લાગ્યા છે. આ વર્ષે ટેનિસની રમત સાથે જોડાયેલા કેટલાક ખેલાડીઓના નામ ફિકસીંગમાં આવ્યા છે. નાનુ હોય કે મોટુ સ્તર આઇટીએફ કોઇ પણ રીતે હળવાશથી આ મામલાને લેવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન ફિક્સીંગને લઇને ખૂબ સખત […]

ટેનિસ પર ફિક્સીંગનો પડછાયો, આઇટીએફે એક ટેનિસ ખેલાડી પર મુક્યો પ્રતિબંધ

Follow us on

અત્યાર સુધીમાં ફિક્સીંગ વિવાદનો શબ્દ ક્રિકેટમાં જ પ્રભુત્વ ધરાવે છે. જોકે હવે સટ્ટાબાજો ધીરે ધીરે હવે અન્ય રમતોમાં પ્રસરવા લાગ્યા છે. આ વર્ષે ટેનિસની રમત સાથે જોડાયેલા કેટલાક ખેલાડીઓના નામ ફિકસીંગમાં આવ્યા છે. નાનુ હોય કે મોટુ સ્તર આઇટીએફ કોઇ પણ રીતે હળવાશથી આ મામલાને લેવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન ફિક્સીંગને લઇને ખૂબ સખત થઇ ગઇ છે. આ જ કારણ છે કે તેણે હવે ખેલાડીઓ પર મોટા પગલા ભરતા સખ્તાઇ વર્તવાની શરુઆત કરી છે. ફિક્સીંગના આરોપમાં ફંસાયેલા ખેલાડીઓમાં મોટેભાગે ઇજીપ્તના છે. આઇટીએફએ ઇજીપ્તના એક ટેનિસ ખેલાડી મોસ્તફા હાતેફને બે વર્ષ માટે પ્રતિબંધીત કરી દીધો છે. હાતેફ પર મેચ ફીક્સીંગનો આરોપ લાગ્યો હતો.

ટેનિસ ખેલાડી ઇટીગ્રિટી યૂનિટે બતાવ્યુ કે હાતેમને ફિક્સીંગની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે ફેડરેશનને આ વિશે બતાવ્યુ નહોતુ. ત્યાં જ ઓફર મળવાના બાદ મેચમાં હેરફર કરવાનો પ્રયાસ કર્યો હતો. હાતેમ એ આરોપને સ્વિકાર કરી લીધો છે, ત્યાર બાદ તેને સજા સંભળાવવામાં આવી છે. ફાતેમ આગળના વર્ષ 2022 સુધી કોઇ પણ ટેનિસ ટુર્નામેન્ટમાં રમી નહી શકે. સાથએ જ કોઇ પણ રીતે તે તેનો હિસ્સો પણ નહી બની શકે,. 26 વર્ષીય આ ખેલાડી પર 3000 ડોલરનો દંડ પણ લગાવાવમાં આવનાર હતો. પરંતુ આ અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. હાતેમ એ એટીપી લેવલ પર ક્યારેય કોઇ મેચ રમી નથી.

આ પહેલા પણ ઇજીપ્તના ટેનિસ ખેલાડી પ્રતિબંધીત થઇ ચુક્યા છે. આ પહેલા યૂસેફ હોસમ પર કેટલીક મેચ ફિક્સીંગ અને ભ્રષ્ટાચાર ને મામલે આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હોસમે વર્ષ 2015 થી 2019 દરમ્યાન 21 વખત ભ્રષ્ટાચાર વિરોધી નિયમોને તોડ્યા હતા. સાથે જ 8 મેચ ફિક્સીંગ અને 6 વાર જુગારના સંબંધિત મામલામાં સંદિગ્ધ જણાયો હતો. ટેનિસ ઇન્ટેગ્રિટી યુનિટએ તે વેળા જાણકારી આપી હતી કે હવે તે કાયમી રુપે રમતથી બહાર થઇ ગયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Next Article