Italy vs England Euro 2020: ઇટાલી બીજી વાર બન્યું ચેમ્પિયન, જાણો કેવી દિલધડક રહી ફાઈનલ મેચ

|

Jul 12, 2021 | 1:47 PM

ઇટાલીએ ઇંગ્લેન્ડને હરાવીને યુરોપિયન ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામ કરી લીધો છે. રવિવારે રાત્રે લંડનના વેમ્બલી (Wembley)માં રમાયેલી ફાયનલ મેચમાં ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા ઇંગ્લેંડને હરાવી.

Italy vs England Euro 2020: ઇટાલી બીજી વાર બન્યું ચેમ્પિયન, જાણો કેવી દિલધડક રહી ફાઈનલ મેચ
Italy became European champion 2020

Follow us on

ઇટાલીએ (Italy) યુરોપિયન ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામ કરી લીધો છે. રવિવારે રાત્રે લંડનના વેમ્બલી (Wembley) ખાતે યોજાયેલી મેચ ખુબ રોમાંચક રહી. ઇટાલીએ આ મેચમાં પેનલ્ટી શૂટઆઉટ દ્વારા યજમાન ટીમ ઇંગ્લેંડને હરાવીને યુઇએફએ યુરો 2020 (UEFA Euro 2020) નો ખિતાબ જીતી લીધો. આ ઇટાલીનું બીજું યુરોપિયન ટાઇટલ છે. વર્ષો પહેલા 1968 માં પ્રથમ વખત ઇટાલી ચેમ્પિયન બન્યું હતું. બંને ટીમો મેચમાં લાંબા સમય સુધી અને નિર્ધારિત સમય સુધી 1-1 થી બરાબર રહી. છેવટે મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા કરવામાં આવ્યો. આમાં ઇંગ્લેન્ડે ત્રણ વખત સ્કોર કરવાની તક ગુમાવી અને ઇટાલીએ ટાઇટલ જીત્યું.

ઇટાલીની અજેય શ્રેણી ચાલુ રહી

2000 અને 2012 ની યુરો કપ ફાઇનલમાં પરાજય બાદ અંતે ઇટાલીએ આ ખિતાબનો વિજય મેળવી જ લીધો. આ સાથે, રોબર્ટો મનચિનીની ટીમે સતત આ ટૂર્નામેન્ટમાં સતત 34 મેચમાં વિજેતા રહેવાનો રેકોર્ડ બનાવ્યો. આ જીત સાથે, ઇટાલીએ 2018 ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ ન થવાના અપમાન અને ડાઘને પણ ધોઈ નાખ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તૂટ્યું ઇંગ્લેન્ડનું સ્વપ્ન

પેનલ્ટી શૂટ-આઉટમાં ઇંગ્લેન્ડ અને કોચ ગેરેથ સાઉથગેટનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન ફરી એકવાર છિન્નભિન્ન થઇ ગયું. 1996 ના યુરો કપમાં જર્મની સામેની સેમિફાઇનલમાં પેનલ્ટી ગુમાવનાર સાઉથગેટ આ વખતે પોતાની ટીમને ફાઈનલ સુધી લીઓ ગયા. પરંતુ પેનલ્ટી શૂટ-આઉટ તેમની ટીમ પર ભારે પડી ગયું. અને સાથે 1966 બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડનું આ ટાઇટલ જીતવાનું સ્વપ્ન કચડાઈ ગયું.

રસાકસીની રહી મેચ

60,000 થી વધુ દર્શકો સાથે વેમ્બલી ખાતે ઇટાલી-ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાઈ હતી. ફાઇનલની શરૂઆતમાં ઇંગ્લેન્ડ 20-25 મિનિટ સુધી એક ગોલ કરીને આગળ રહ્યું હતું, પરંતુ ઇટાલીએ થોડી વારમાં વાપસી કરી હતી, જે બીજા હાફ સુધી ચાલુ રહી. પ્રથમ હાફમાં 1-0 થી ઇંગ્લેન્ડ આગળ રહ્યું પરંતુ બીજા હાફમાં ઇટાલીએ ગોળ ફટકારીને બરાબરી મેળવી લીધી. છેવટે નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા કરવામાં આવ્યો.

 

આ પણ વાંચો: જેની એક ઓવરે ભારતની હારને જીતમાં ફેરવી દીધી, જાણો એ દીપ્તિ શર્માએ શું કહ્યું દબાણમાં રમવા વિશે

આ પણ વાંચો: Cricket: ઝાહિર ખાનને આ કારણથી વિરેન્દ્ર સહેવાગ આપવા લાગ્યો હતો ગાળો, જાણો સહેવાગે શું કહ્યુ

Next Article