Italian Open 2021: રાફેલ નડાલએ નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચને હરાવીને ઇટાલીયન ઓપન જીતી લીધું

|

May 17, 2021 | 1:22 PM

વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ (Novak Djokovic) પર સ્પેનનો રાફેલ નડાલ (Rafael Nadal) ઇટાલીયન ઓપન 2021 (Italian Open 2021) દરમ્યાન ભારે પડ્યો હતો.

Italian Open 2021: રાફેલ નડાલએ નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચને હરાવીને ઇટાલીયન ઓપન જીતી લીધું
Rafael Nadal

Follow us on

વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ (Novak Djokovic) પર સ્પેનનો રાફેલ નડાલ (Rafael Nadal) ઇટાલીયન ઓપન 2021 (Italian Open 2021) દરમ્યાન ભારે પડ્યો હતો. ઇટાલીયન ઓપનની ફાઇનલ મેચમાં બંને વચ્ચે રમાયેલી મેચ શાનદાર રહી હતી. પહેલા જબરદસ્ત ટક્કર ભર્યા રહ્યા બાદ, નિર્ણાયક સેટમાં નડાલે હાવી રહીને બાજી મારી લીધી હતી. સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે 7-5, 1-6 અને 6-3 થી જોકોવિચને હરાવી દીધો હતો.

પ્રથમ સેટ નડાલે એ 7-5 થી પોતાના નામે કરી લીધો હતો. બંને વચ્ચે પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. તેના બાદ બીજા સેટમાં જોકોવિચ એ 6-1 થી નડાલ પર હાવી થયો હતો. આમ નડાલ બીજા સેટ દરમ્યાન મુશ્કેલ દેખાયો હતો. જોકે નડાલે અંતિમ અંતિમ અને નિર્ણાયક સેટમાં જબરદસ્ત વાપસી કરી હતી. તેણે જબરદસ્ત રમત રમીને અંતિમ સેટને જીતવા સાથે જ ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતું.

મહિલા સિંગલ્સની વાત કરવામાં આવે તો, ફેન્ચ ઓપનની વર્તમાન ચેમ્પીયન ઇગા સ્વિયાટેક એ ઇટાલીયન ઓપનના એક તરફી ફાઇનલમાં રવિવારે કેરોલિના પ્લિસકોવાને હરાવી દીધી હતી. પોલેન્ડની 19 વર્ષીય આ ખેલાડી 2019 માંની ચેમ્પિયન પ્લિસ્કોવાને લગભગ 46 મિનીટમાં જ 6-0, 6-0 થી હરાવીને ફ્રેન્ચ ઓપનની શાનદાર તૈયારીનો સંકેત પણ આપ્યો હતો.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

સ્વિયાટેકની રમત એટલી પ્રભાવશાળી રહી હતી કે, તેણે મેચ દરમ્યાન ફક્ત 13 પોઇન્ટ ગુમાવ્યા હતા. મેચ બાદ તેણે કહ્યુ હતું કે, સ્વાભાવિક છે કે આજનો દિવસ મારા માટે સારો નહોતો. ઇગાએ શાનદાર રમત રમી હતી. ડબલ્યુટીએ ફાઇનલમાં પાંચ વર્ષ બાદ આવુ થયુ છે, જ્યારે વિરોધી ટીમ એક પણ પોઇન્ટ મેળવવામાં સફળ ના રહી હોય. આ પહેલા સિમોના હાલેપ એ આ જ પ્રકારના અંતરથી અનસ્તાસિયા સેવાસ્તોવા ને બુખારેસ્ટમાં હરાવી હતી.

Next Article