ISL: સુપર લીગ પહેલા જ ગોવા ફુટબોલ ક્લબને મળી જબરદસ્ત સફળતા, જર્મનીની ટોચની કલબ સાથે કર્યો મહત્વનો કરાર

|

Nov 13, 2020 | 9:13 AM

ભારતીય ફુટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગની નવી સિઝનની શરુઆતમાં હવે એક સપ્તાહ નો જ સમય બચ્યો છે. કોરોના વાયરસના સમયગાળામાં બદલાતી સ્થિતીમાં થઇ રહેલી આ સિઝન પર પ્રશંસકોની નજરો મંડરાયેલી છે. આ દરમ્યાનન સિઝનની શરુઆત થવાના પહેલા ભારતીય ફુટબોલના માટે એક સારા સમાચાર આવ્યા છે. જે આવનારા દિવસોમાં યુવા ખેલાડીઓ માટે ખુબ ફાયદામંદ નિવડશે. ISL ના મહત્વની ફુટબોલ ક્લબ એટલે […]

ISL: સુપર લીગ પહેલા જ ગોવા ફુટબોલ ક્લબને મળી જબરદસ્ત સફળતા, જર્મનીની ટોચની કલબ સાથે કર્યો મહત્વનો કરાર

Follow us on

ભારતીય ફુટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગની નવી સિઝનની શરુઆતમાં હવે એક સપ્તાહ નો જ સમય બચ્યો છે. કોરોના વાયરસના સમયગાળામાં બદલાતી સ્થિતીમાં થઇ રહેલી આ સિઝન પર પ્રશંસકોની નજરો મંડરાયેલી છે. આ દરમ્યાનન સિઝનની શરુઆત થવાના પહેલા ભારતીય ફુટબોલના માટે એક સારા સમાચાર આવ્યા છે. જે આવનારા દિવસોમાં યુવા ખેલાડીઓ માટે ખુબ ફાયદામંદ નિવડશે.

ISL ના મહત્વની ફુટબોલ ક્લબ એટલે કે, ફુટબોલ ક્લબ ગોવાએ જર્મની ના એક મોટા ફુટબોલ ક્લબ સાથે મહત્વનો કરાર કર્યો છે. જર્મન ક્લબ રેડબુલ લાઇપજીગ અને ફુટબોલ ક્લબ ગોવાએ  ત્રણ વર્ષ માટે એક ખાસ પ્રકારની સજુતી કરી છે. જેમાં બંને ક્લબ આપસમાં ખેલાડીઓના આગળ વધવા માટે કામ કરી શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફુટબોલ ક્લબ ગોવાએ સોશિયલ મિડીયા ના દ્રારા આ ભાગીદારીનુ એલાન કર્યુ હતુ. આ ભાગીદારી મુજબ ગોવા ક્લબના ખેલાડીઓ જર્મની જઇને લાઇપજીગની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે, અને તાલીમ પણ મેળવી શકશે. સાથે જ ખેલાડીઓના વિકાસમાં જર્મનીની આ ટોચની ક્લબ ભારતીય ક્લબની પણ મદદ કરશે. બંને કલબો વચ્ચેની આ ભાગીદારી 30 જુન 2023 સુધી ચાલશે. જોકે હાલમાં કોરોના કાળને લઇને હાલનુ સેશન ઓનલાઇન જ રહેશે, પરંતુ કોરોના ની સ્થિતી હળવી થવાના સંજોગોમાં યુવા ભારતીય ખેલાડીઓ જર્મની જઇને આ ક્લબ સાથે જોડાવાનો મોકો મળી શકશે.

જર્મનીની ટોચની ફુટબોલ લીગ બુંદસલીગા માં રમવા વાળી આ કલબ ભાગીદારીના દ્રારા એશિયા સહિત દુનિયાભરમાં, પોતાની પહોંચ અને પ્રશંસકો વધારવાની દિશામાં પહેલુ કદમ માનવામાં આવી રહ્યુ છે. આ પહેલા પણ જોકે જર્મન કલબે ભારતીય ફુટબોલ કલબ સાથે ભાગીદારી નુ એલાન કર્યુ હતુ, આઇએસએલ કલબ હૈદરાબાદ એફસી અને બુંસલીગાની દિગ્ગજ ક્લબ બોરુશિયા ડોર્ટમંડ એ મોટી ભાગીદારીનુ એલાન કર્યુ હતુ, મિંબઇ સિટી એફસીની સ્થિતી તો આનાથી પણ એક કદમ આગળ રહી હતી. આ કલબને અબુધાબીના  મોટા સંગઠન સિટી ફુટબોલ ગૃપે અધિગ્રહીત કરી લીધો હતો. આ ગૃપ પાસે ઇંગ્લેન્ડના સૌથી મોટા ક્લબમાંથી એક વધુ પ્રિમીયર લીગ ચેમ્પિયન માંન્ચેસ્ટર સિટી સહિત દુનિયાભરી અનેક કલબોની સ્વામિત્વ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article