ISL 2020: સિઝનનો સૌથી ઝડપી ગોલ કરીને, અનિરુદ્ધ થાપાએ ચેન્નાઇની જીતનુ ખાતુ ખોલાવ્યુ, જમશેદપુરની હાર

|

Nov 25, 2020 | 11:01 AM

બે વારની ચેમ્પીયન્સ ચેન્નાઇ એફસી એ હિરો ઇન્ડિયન સુપર લીગ ની સાતમી સિઝનની, પ્રથમ મેચમાં જમશેદપુર એફસી ને 2-1 થી હરાવી દીધી છે. તિલક મેદાન પર રમાયેલી આ મેચમાં ત્રણેય ગોલ પ્રથમ હાફમાં જ થયા હતા. બે  ગોલ ચેન્નાઇ ના ખાતામાં થયા હતા, જ્યારે એક ગોલ જમશેદપુરે કર્યા હતો. ચેન્નાઇ માટે અનિરુદ્ધ થાપાએ પહેલી મીનીટમાં […]

ISL 2020: સિઝનનો સૌથી ઝડપી ગોલ કરીને, અનિરુદ્ધ થાપાએ ચેન્નાઇની જીતનુ ખાતુ ખોલાવ્યુ, જમશેદપુરની હાર

Follow us on

બે વારની ચેમ્પીયન્સ ચેન્નાઇ એફસી એ હિરો ઇન્ડિયન સુપર લીગ ની સાતમી સિઝનની, પ્રથમ મેચમાં જમશેદપુર એફસી ને 2-1 થી હરાવી દીધી છે. તિલક મેદાન પર રમાયેલી આ મેચમાં ત્રણેય ગોલ પ્રથમ હાફમાં જ થયા હતા. બે  ગોલ ચેન્નાઇ ના ખાતામાં થયા હતા, જ્યારે એક ગોલ જમશેદપુરે કર્યા હતો. ચેન્નાઇ માટે અનિરુદ્ધ થાપાએ પહેલી મીનીટમાં જ ગોલ કરીને સિઝનનો સૌથી ઝડપી ગોલ કરી દીધો છે. ત્યાર બાદ 25 મી મીનીટમાં ઇશાક વેનમાલવમાએ બોકસની અંદર લાલિયાનઝુઆલા ચાંગ્તેને પાડી દીધો હતો. જેની પર રેફરીએ પેનલ્ટી આપી હતી.

આ પેનલ્ટી પર ગોલ કરીને ઇસ્માઇલ ગોંકાવેન્સ ઉર્ફે ઇસ્માએ 26 મી મીનીટમાં સ્કોર ચેન્નાઇ ના પક્ષમાં 2-0 કરી દીધો હતો. જેના પછી નેરિજુસ વાલ્સકિસએ 37મી મીનીટે ગોલ કરીને જમશેદપુરની વાપસી કરાવી હતી. વાલ્સકિસએ સંજીવની સમાન ગોલ જેકીચંદ સિંહના શાનદાર ક્રોસ પાર કર્યો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પ્રથમ ગોલ ખાધા બાદ જમશેદપુરે પાંચમી અને સાતમી મીનીટે સારો મૂવ બનાવ્યો હતો, પરંતુ જેમાં તેમને સફળતા મળી શકી નહોતી. બદલામાં ચેન્નાઇએ 10 મી મીનીટે એક મોટો મોકો બનાવ્યો હતો પરંતુ જમશેદ પુરના ગોલકીપર ટીપી રેહેનેશ એ તેને બેકાર કરી દીધો હતો. રેહેનેશ એ 20 મીનીટમાં પણ ચાંગ્તેના એક પ્રયાસ ને પણ બેકાર કરી દીધો હતો. જોકે 26 મીનીટમાં પેનલ્ટી પર પોતાની ટીમને બીજા ગોલ ખાવા થી બચાવી શક્યા નહોતા. આ પછી બંને ટીમો વચ્ચે બોલ પર નિયંત્રણ હબનાવવા માટે કડી ટક્કર જોવા મળી હતી, પરંતુ ગોલ કરવાનો બંનેમાંથી કોઇને પણ મોકો મળી શક્યો નહોતો, આમ બીજા હાફમાં મેચ ખુલ્લી રહીને પુરી થઇ ગઇ હતી.

જમશેદપુર ને બરાબરીનો ગોલ કરવાનો મોકો પણ શાનદાર હાથ લાગ્યો હતો. પરંતુ શાનદાર ફ્રી કીક પર સ્ટીફન એજ ના હેડર દિશાહીન થઇ ગયા હતા. આ રીતે એક મોકો 68મી મીનીટમાં પણ આવ્યો હતો. જ્યારે જમશેપુરની ટીમ ચેન્નાઇ ના ગોલકીપર વિશાલ કૈથ ની એક ભુલનો ફાયદો ઉઠાવી ના શકી. આ મીનીટમાં જ ચેન્નાઇના ટાંગરીને પીળુ કાર્ડ મળ્યુ હતુ. જવાબમાં ચેન્નાઇએ 73 મીનીટે સારો હુમલો કર્યો હતો, પરંતુ રહેનેશ એકવાર ફરીથી સંકટમોચક સાબિત થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article