IPL: ટાઇટલ અધિકારને લઇને ડ્રિમ 11 અને અનએકેડમી વચ્ચે હરીફાઇ, VIVO હટી જવાના મુડમાં

|

Feb 10, 2021 | 9:38 AM

ચાઇનીઝ મોબાઇલ (Chinese Mobile) ઉત્પાદક કંપની વિવો (Vivo) ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) માં પોતાના ટાઇટલ પ્રાયોજન અધિકાર ટ્રાન્સફર કરી શકે છે. જેમાં ડ્રીમ 11 (Dream 11) અને અનએકડમી (Unacademy) આ રેસમાં આગળ માનવામાં આવી રહ્યા છે. ડ્રીમ 11 IPL 2020 ના ટાઇટલ પ્રાયોજક હતા.

IPL: ટાઇટલ અધિકારને લઇને ડ્રિમ 11 અને અનએકેડમી વચ્ચે હરીફાઇ, VIVO હટી જવાના મુડમાં
IPL ના પ્રાયોજન કરાર આંતરિક સહમતિ થી ખતમ થઇ રહ્યા છે.

Follow us on

ચાઇનીઝ મોબાઇલ (Chinese Mobile) ઉત્પાદક કંપની વિવો (Vivo) ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) માં પોતાના ટાઇટલ પ્રાયોજન અધિકાર ટ્રાન્સફર કરી શકે છે. જેમાં ડ્રીમ 11 (Dream 11) અને અનએકડમી (Unacademy) આ રેસમાં આગળ માનવામાં આવી રહ્યા છે. ડ્રીમ 11 IPL 2020 ના ટાઇટલ પ્રાયોજક હતા. જેણે 220 કરોડ રુપિયામાં અધિકાર ખરીદ કર્યા હતા. વિવોએ પાંચ વર્ષ માટે 440 કરોડ વાર્ષિક ના ધોરણે કરાર કર્યો હતો.

માનવામાં આવે છે કે, ભારત અને ચીન ના રાજનૈતિક સંબંધોના તણાવને ધ્યાને રાખીને વિવોનુ માનવુ છે કે, આ ભાગીદારી જાળવી રાખવી એ બુદ્ધીમાની નિર્ણય નહી હોય. બોર્ડના સુત્રો દ્રારા મળતી જાણકારી મુજબ લગભગ નક્કિ છે કે, IPL ના પ્રાયોજન કરાર આંતરિક સહમતિ થી ખતમ થઇ રહ્યા છે. જેને 2020માં મોકુફ કરવામાં આવ્યા હતા. જેમાં એક પ્રાવધાન છે કે, તે પોતાની બાકીની જવાબદારી અન્ય નવા પ્રાયોજકને સોંપી શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જોકે બોર્ડ સૈદ્ધાંતિક રુપ થી તૈયાર થઇ જાય, ત્યારે જ એ સંભવ છે. IPL 2022માં નવ અથવા દશ ટીમો હશે. માટે માનવામાં આવી રહ્યુ છે કે, નવી બોલી લગાવનારને ઓછામાં ઓછી ત્રણ વર્ષ માટે ટાઇટલ પ્રાયોજન અધિકાર મળી રહેશે. સુત્રોએ કહ્યુ હતુ કે, ડ્રીમ 11 અને અનએકડમી વિવો સામે પ્રસ્તાવ રાખશે. અનએકેડમી સહાયક પ્રાયોજક છે અને વિવોથી અધિકાર પ્રાપ્ત કરવા માટે મોટી રકમ ચુકવવા માટે તૈયાર છે.

Next Article