IPL ના ઈતિહાસમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓ, જાણો કોને મળ્યા કેટલા કરોડ રૂપિયા

IPL વિશ્વની સૌથી મોટી T-20 લીગ છે, જેમાં ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓ પર કરોડોનો ખર્ચ કરે છે. આજે આપણે જાણીશું કે આઈપીએલના ઈતિહાસમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓના નામ અને તેને કેટલા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

IPL ના ઈતિહાસમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓ, જાણો કોને મળ્યા કેટલા કરોડ રૂપિયા
IPL
Follow Us:
| Updated on: Feb 18, 2021 | 8:38 AM

IPL 2021 સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. હરાજીમાં કુલ 292 ખેલાડીઓ આવશે. જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. IPL વિશ્વની સૌથી મોટી T-20 લીગ છે, જેમાં ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓ પર કરોડોનો ખર્ચ કરે છે. આજે આપણે જાણીશું કે આઈપીએલના ઈતિહાસમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓના નામ અને તેને કેટલા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

વિરાટ કોહલી – 17 કરોડ રૂપિયા ટીમ ઇન્ડિયા અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગના સૌથી મોંઘા ખેલાડી છે. કોહલીને આરસીબીએ વર્ષ-2018 માં 17 કરોડની જંગી રકમ ખર્ચ કરીને જાળવી રાખ્યો હતો. વિરાટ કોહલી આ લીગનો સૌથી સફળ બેટ્સમેન છે. કોહલી આરસીબી સાથે આઈપીએલની પ્રથમ સીઝનથી જોડાયેલો છે.

યુવરાજ સિંહ – 16 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ પણ ટોપ-5 માં શામેલ છે. યુવરાજ સિંહ આઈપીએલના ઇતિહાસમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે. 2015 માં આઈપીએલ સીઝન-8 દરમિયાન દિલ્હી ડેરડેવિલ્સની ટીમે યુવરાજ સિંહને 16 કરોડમાં ખરીદ્યો હતો. યુવી તે સીઝનનો સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો હતો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

પેટ કમિન્સ – 15.5 કરોડ રૂપિયા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે આઈપીએલ હરાજી દરમિયાન ગત વર્ષે 15.5 કરોડ રૂપિયા આપીને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સને આઈપીએલ-12 માં ખરીદ્યો હતો. ગત વર્ષે કમિન્સ આઈપીએલનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની – 15 કરોડ રૂપિયા આઈપીએલના શ્રેષ્ઠ કેપ્ટન તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ એ વર્ષ-2018 દરમિયાન 15 કરોડમાં જાળવી રાખ્યો હતો. આઈપીએલ-11 માં માહીએ તેમના નેતૃત્વ હેઠળ સીએસકેને ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી.

રોહિત શર્મા – 15 કરોડ રૂપિયા આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ ઇતિહાસના 5 માં સૌથી મોંઘા ખેલાડી છે. વર્ષ 2018 માં મુંબઇ ઇન્ડિયન્સે 15 કરોડની જંગી રકમ સાથે ટીમમાં રોહિત શર્માને જાળવી રાખ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈની ટીમ 4 વખત આઈપીએલ વિજેતા બની છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">