IPL: પાકિસ્તાનનો આ સ્ટાર બોલર આગામી સિઝનમાં ટુર્નામેન્ટમાં રમતો જોવા મળે તો નવાઇ નહી!

|

May 13, 2021 | 10:57 AM

BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે.

IPL: પાકિસ્તાનનો આ સ્ટાર બોલર આગામી સિઝનમાં ટુર્નામેન્ટમાં રમતો જોવા મળે તો નવાઇ નહી!
Mohammad Amir

Follow us on

BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે. જોકે પાકિસ્તાન (Pakistan) ખેલાડીઓ આ લીગમાં ભાગ લઇ શકતા નથી. કારણ કે પાકિસ્તાન દ્વારા કરાતા કૃત્યોને લઇને વણસેલા સંબંધોથી BCCI એ તેના ખેલાડીઓ માટે પ્રતિબંધ મુક્યો છે.

આ વચ્ચે હવે પાકિસ્તાન ક્રિકેટથી નિવૃત્તી લઇ ચુકેલા પૂર્વ ઝડપી બોલર મહંમદ આમિર (Mohammad Amir) આઇપીએલમાં રમતો નજર આવી શકે છે. વિવાદોને લઇને લગભગ ગત વર્ષ ડિસેમ્બરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાંસ લેનારા આમિર એ બ્રિટીશ નાગરિકતા માટે અરજી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ છોડવા બાદ હવે તે વિદેશી લીગમાં રમી રહ્યો છે. જો તે બ્રિટીશ નાગરીકતા મળી જશે તો, તે આપીએલમાં રમી શકશે.

આમિર એ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મને આ સમયે અનિશ્વિત સમય સુધી યુનાઇટેડ કિંગડમમાં રહેવા માટે મંજૂરી મળી ચુકી છે. હું આ દિવસોમાં પોતાની ક્રિકેટને વધારે આનંદથી રમી રહ્યો છુ અને આવનારા છથી સાત વર્ષ સુધી રમવાનો ઇરાદો છે. મારા બાળકો ઇંગ્લેંડમાં મોટા થઇ રહ્યા છે અને અભ્યાસ પણ અહી જ યુકેમાં કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આવામાં એ વાતને લઇને કોઇ શંકા નથી કે વધારેમાં વધારે સમય હું અહી જ વિતાવીશ. હું કેટલાક અલગ પડકારો અને સંભાવનાઓની શોધમાં છુ. જોવાનુ છે કે, આગળ જ્યારે મને બ્રિટીશ નાગરીકતા મળી જાય છે, તો શુ થાય છે. તેણે નિવૃત્તી વેળા વિડીયો મારફતે આરોપ લગાવ્યો હતો, કે કેટલોક કોચિંગ સ્ટાફ નથી ઇચ્છતો કે, તે ખેલ જારી રાખે. આમિરનું કહેવુ હતું કે તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે, તેને કેટલાક લોકો ટીમમાં નથી રાખવા માંગતા.

Next Article