IPL માં ઝીરો, 17 દિવસ બાદ ઘર આંગણે વન ડે સીરીઝમાં સુપરહિટ થયા ઓસ્ટ્રેલીયાના આ ચાર ખેલાડી
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન ડે સીરીઝ શરુ થઇ ચુકી છે અને પ્રથમ વન ડે મેચ પણ રમાઇ ચુકી છે. થોડાક દિવસ પહેલાની જ વાત છે, જ્યારે આઇપીએલ ચાલી રહી હતી. તેની હારજીત અને પ્રદર્શન સહિતની ખૂબ ચર્ચાઓ બાદ સૌનુ ધ્યાન ઓસ્ટ્રેલીયા ભારત વન ડે સીરીઝ પર કેન્દ્રીત થયુ છે. જેમાં ચાર એવા ખેલાડીઓનુ પરફોમન્સ […]
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન ડે સીરીઝ શરુ થઇ ચુકી છે અને પ્રથમ વન ડે મેચ પણ રમાઇ ચુકી છે. થોડાક દિવસ પહેલાની જ વાત છે, જ્યારે આઇપીએલ ચાલી રહી હતી. તેની હારજીત અને પ્રદર્શન સહિતની ખૂબ ચર્ચાઓ બાદ સૌનુ ધ્યાન ઓસ્ટ્રેલીયા ભારત વન ડે સીરીઝ પર કેન્દ્રીત થયુ છે. જેમાં ચાર એવા ખેલાડીઓનુ પરફોમન્સ જબરદસ્ત રહ્યુ કે જે જોઇને સૌકોઇ હેરાન રહી ગયા હતા. કારણ કે 17 દિવસ અગાઉ આઇપીએલ દરમ્યાન તેઓ ફોર્મમાંથી બહાર રહ્યા હતા.
આ પર્ફોમન્સ દેખાડનારા ઓસ્ટ્રેલીયન ટીમ ના એવા ખેલાડીઓ છે કે જે આઇપીએલમાં સામાન્ય નહોતા, ખૂબ મોંઘાદાટ ખેલાડીઓ છે. જેઓએ આઇપીએલમાં ઝીરો અને પોતાની ટીમના માટે હિરો થઇ ગયા છે. કોણ છે આ ચાર ઝીરો માંથી હિરો થઇજનારા ખેલાડીઓ જુઓ.
આરોન ફિંચઃ વિરાટ કોહલીએ ખૂબ પ્રયાસ કરીને આરસીબીની બેટીંગને તગડી કરવા માટે આરોન ને 4.40 કરોડમાં ખરીદ કર્યો હતો. પરંતુ આઇપીએલમાં તેણે 12 મેચ રમીને માત્ર 268 રન બનાવ્યા હતા. તે પણ માત્ર 22 રનની સરેરાશ થી જેની સામે, તેણે ભારત સામે પ્રથમ વન ડેમાં ધુંઆધાર શતક લગાવ્યુ હતુ. તેણે સિડની વન ડેમાં 114 રનની રમત રમી હતી.
ગ્લેન મેક્સવેલઃ મેક્સવેલ એવો ખેલાડી છે, જેની રમતને લઇને આઇપીએલની 2020 ની સિઝનમાં ખૂબ આલોચના થઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેને 10.75 કરોડના ખર્ચે ખરીદ કર્યો હતો. પરંતુ એક વાર પણ તેનુ બેટ ચાલી શક્યુ નહી અને પંજાબ મુશ્કેલી ભોગવતુ રહ્યુ હતુ. તેણે 13 મેચ રમીને માત્ર 108 રન બનાવ્યા હતા. તેણે ભારત સામે 19 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવવા સાથે 45 રન કર્યા હતા.
સ્ટીવ સ્મિથઃ રાજસ્થાન રોયલ્સ ની ટીમનો કેપ્ટન. આ સીઝનમાં ના તો સ્મિથની કેપ્ટનશીપ ચાલી કે ના તો તેમનુ બેટ ચાલ્યુ હતુ. 14 મેચોમાં સ્મિથના બેટ થી ફક્ત 311 રન થયા હતા. મિડલ ઓર્ડરમાં પણ તે ટીમને ખાસ કામ લાગ્યો નહોતો. તેણે ભારત સામેની મેચમાં ઓસ્ટ્રેલીયાના ઇતિહાસનુ ત્રીજુ સૌથી ઝડપી શતક લગાવ્યુ હતુ. તેણે 66 બોલમાં 105 રનની ઇનીંગ રમી હતી. ઓસ્ટ્રેલીયાની ઇનીંગને મજબૂત કરવામાં તેનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.
એડમ ઝંપાઃ આઇપીએલની હરાજીમાં તેને કોઇએ પણ ખરીદ્યો નહોતો. પરંતુ ફિન રિચર્ડસને આઇપીએલ થી પોતાનુ નામ પરત લીધુ હતુ. એવામાં વિરાટ કોહલીએ ટુર્નામેન્ટ શરુ થતા પહેલા જ ઝંપાને પોતાની ટીમમાં સામેલ કરાવ્યો હતો. જોકે ઝંપાને આરસીબીમાં ખાસ બહુ તક મળી નહોતી, પરંતુ જે ત્રણ મોકા મળ્યા હતા તેમાં તેણે પોતે પણ કોઇ ખાસ ફાયદો ના ઉઠાવ્યો કે, ના તો ટીમને કોઇ ફાયદો થયો હતો. તેણે ફક્ત 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારત સામે 10 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી.