IPL: પંજાબ કિંગ્સ નામને લઇ KL રાહુલે બતાવ્યુ કારણ, ક્રિસ ગેઇલ અને પ્રિતી ઝીંટાએ આપી પ્રતિક્રીયા

|

Feb 18, 2021 | 4:51 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14 મી સિઝનના ઓકશનના એક દિવસ પહેલા જ કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) નામ બદલીને નવુ નામ પંજાબ કિંગ્સ (Punjab Kings) કરી દીધુ છે. આ સાથે પંજાબે તેનો લોગો પણ બદલી નાંખ્યો છે.

IPL: પંજાબ કિંગ્સ નામને લઇ KL રાહુલે બતાવ્યુ કારણ, ક્રિસ ગેઇલ અને પ્રિતી ઝીંટાએ આપી પ્રતિક્રીયા
પ્રિતી ઝિંટાએ કહ્યુ રિબ્રાંન્ડીંગ દરેક ફેન્ચાઇઝી ટીમ કરતી હોય છે

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14 મી સિઝનના ઓકશનના એક દિવસ પહેલા જ કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) નામ બદલીને નવુ નામ પંજાબ કિંગ્સ (Punjab Kings) કરી દીધુ છે. આ સાથે પંજાબે તેનો લોગો પણ બદલી નાંખ્યો છે. પંજાબ કિંગ્સ નામ રાખવા પાછળ ની કહાની અંગે ટીમના સહ માલિક પ્રિતી ઝિંટા (Preity Zinta), કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલ (Chris Gayle) એ પોતાના મત રાખ્યા હતા. રાહુલ એ કહ્યુ હતુ કે, આ ફ્રેંન્ચાઇઝી ટીમ 11 ખેલાડીઓની જ નથી, એટલે જ ટીમના નામ માંથી ઇલેવન શબ્દને દુર કરી દેવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સના ટ્વીટર હેન્ડલથી ત્રણેયના વિડીયો શેર કરવામા આવ્યા છે. રાહુલ કહે છે કે, આ ટીમ ફક્ત 11 ખેલાડીઓ માટે નથી, બાકીના ખેલાડીઓ માટે પણ આ ટીમ પરિવાર સમાન છે. આશા રાખીએ છીએ કે નવુ નામ ટીમ માટે સારુ કિસ્મત લઇને આવે. ક્રિસ ગેઇલ એ પણ આ મામલમાં રાહુલની હા માં હા ભરતા કહ્યુ કે, ટીમ 11 ખેલાડીઓ માટેની જ નથી.

પ્રિતી ઝિંટાએ કહ્યુ કે, રિબ્રાંન્ડીંગ દરેક ફેન્ચાઇઝી ટીમ કરતી હોય છે અને આ પંજાબ કિંગ્સના માટે આ બિલકુલ યોગ્ય સમય હતો.

Next Article