IPL: ફરી વાર વિવો ને કેમ મળી રહી છે સ્પોન્સરશીપ, જાણો તેની પાછળનું કારણ

|

Feb 20, 2021 | 7:25 AM

પૂર્વ લદ્દાખ (Ladakh) માં હિસાત્મક ઝડપ બાદ ભારત-ચીન (India-China) સરહદ પર તણાવને લઇને પાછલા વર્ષે વિવો પ્રાયોજન (Vivo Sponsorship) મોકુફ કરી દેવામાં આવ્યુ હતુંં.

IPL: ફરી વાર વિવો ને કેમ મળી રહી છે સ્પોન્સરશીપ, જાણો તેની પાછળનું કારણ
વિવોએ 2018 થી 2022 સુધી 5 વર્ષના ટાઇટલ સ્પોન્સર માટે BCCI ને 2190 કરોડ રુપિયાનુંં ચુકવણુ કરેલ છે.

Follow us on

પૂર્વ લદ્દાખ (Ladakh) માં હિસાત્મક ઝડપ બાદ ભારત-ચીન (India-China) સરહદ પર તણાવને લઇને પાછલા વર્ષે વિવો પ્રાયોજન (Vivo Sponsorship) મોકુફ કરી દેવામાં આવ્યુ હતુંં. જેના બાદ ડ્રીમ ઇલેવન (Dream 11) ને એક સિઝન માટે આઇપીએલ ટાઇટલ (IPL Title) સ્પોન્સર બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે પણ નવા સ્પોન્સરની શોધ શરુ કરવામાં આવી રહી હતી. પરંતુ જેટલા પૈસાની ઓફર વિવોને મળી રહી છે, તેનાથી વિવો કંપની સંતુષ્ટ નથી. આવામાં નવી સિઝન માટે એક વાર ફરીથી આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશીપ વિવો પાસે જ રહી શકે છે, તેવી સંભાવનાઓ રહી છે.

બીસીસીઆઇના સુત્રોએ સમાચાર એજન્સી PTI ને આ અંગે જાણકારી આપી હતી. જે મુજબ જે ઓફર ડ્રીમ 11 અને અનએકેડમી દ્વારા વિવોને આપવામાં આવી રહી છે, તેના થી વિવો ખુશ નથી, એટલા માટે જ આ વર્ષે આઇપીએલ ટાઇટલ સ્પોન્સર વિવોએ પોતાની પાસે જ રાખવાનો નિર્ણય કર્યો છે. લદ્દાખમાં થયલા ઘર્ષણ બાદ ડ્રીમ 11 એ 222 કરોડ રુપિયામાં એક વર્ષ માટે ટાઇટલ સ્પોન્સરશીપ ખરીદી હતી. પાછલા વર્ષે ચીની સૈનિકોની સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનિક શહિદ થઇ થયા હતા. જેના બાદ બંને દેશોના સંબંધોમાં ખૂબ તણાવ સર્જાયો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વિવોએ 2018 થી 2022 સુધી 5 વર્ષ ના ટાઇટલ સ્પોન્સર માટે BCCI ને 2190 કરોડ રુપિયાનુ ચુકવણુ કરેલ છે. વિવોને મળનારા પૈસામાં તમામ ફ્રેન્ચાઇઝીને 27.5 કરોડ રુપિયાનુ ચુકવણું બીસીસીઆઇ તરફથી કરવામાં આવે છે. 2023માં બીસીસીઆઇ ટાઇટલ સ્પોન્સરના માટે નવેસરથી હરાજી કરી શકે છે.

Next Article