IPL 2021: ચેન્નાઈની જીત બાદ સાક્ષી અને ઝીવા ધોનીને ભેટી પડ્યા, વીડિયો થયો વાયરલ

|

Oct 16, 2021 | 2:09 PM

ચેન્નાઈની ટીમ એક પરિવાર જેવી છે. ખેલાડીઓના બાળકો મેદાન પર દોડી ગયા હતા અને જીતની ખુશી મનાવી હતી. ઝીવા સહિત અન્ય ખેલાડીના બાળકો પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

IPL 2021: ચેન્નાઈની જીત બાદ સાક્ષી અને ઝીવા ધોનીને ભેટી પડ્યા, વીડિયો થયો વાયરલ
MS Dhoni's Family

Follow us on

IPL 2021: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ સાક્ષીની ખુશીનો પાર રહ્યો ન હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શુક્રવારે ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્રોફી પર કબજો કર્યો.

દુબઈમાં રમાયેલી મેચમાં તેણે કોલકત્તાને 27 રને હરાવ્યું હતું. ચેન્નઈ (Chennai Super Kings)એ અગાઉ 2010, 2011 અને 2018 માં ટ્રોફી જીતી હતી. આ જીતથી ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં ખુશીની લહેર ઉભી થઈ હતી. સ્ટેન્ડમાં બેઠેલી સાક્ષી ધોની અને ઝીવા પણ જોરશોરથી ઝુમી હતી. આ બે સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સના બાકીના ખેલાડી (Player)ઓનો પરિવાર પણ આ જીતમાં નાચી ઉઠ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ચેન્નઈ સુપર કિંગ્સે (Chennai Super Kings)ફાફ ડુ પ્લેસિસના 86 રનના સ્કોરની મદદથી 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ નવ વિકેટે માત્ર 165 રન બનાવી શકી હતી.

કોલકાતાના કેપ્ટન (Kolkata Captain)ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ફાફ ડુ પ્લેસિસ તેના બે રનના વ્યક્તિગત સ્કોર પર હતો ત્યારે દિનેશ કાર્તિકે તેની સ્ટમ્પિંગની તક ગુમાવી હતી. આ ભૂલને કોલકાતાને ઘણું મોંઘું પડ્યું અને ડુ પ્લેસિસે આ તકનો ભરપૂર લાભ લીધો.

 

લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો હવે અંત આવી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ચોથી વાર IPL 2021 ચેમ્પિયન બની ચૂક્યુ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને ફાઇનલ મેચમાં હરાવીને ધોની (Dhoni) ની ટીમ વિજેતા બની હતી. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પરંતુ રન ચેઝ કરવામાં તેની ટીમ નિષ્ફળ નિવડી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઇએ 193 રનનો પડકાર 3 વિકેટે કોલકાતા સામે રાખ્યો હતો. જવાબમાં 9 વિકેટ ગુમાવીને 165 રન કોલકાતાએ કર્યા હતા. આમ 27 રને ચેન્નાઇનો વિજય થયો હતો

ધોનીના પરિવારનો પરફેક્ટ વીડિયો ગણવામાં આવી રહ્યો છે. વળી, વધુ એક વીડિયોમાં ચેન્નઈની જીત પછી સાક્ષી ઉજવણી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો : IPL 2021: ચેન્નાઇ બન્યુ સુપર ‘કિંગ’, આઇપીએલમાં ચોથી વાર ચેમ્પિયન બન્યુ, ફાઇનલમાં કોલકાતાને 27 રને હરાવ્યુ

Next Article