IPL 2021: ચેન્નાઇ બન્યુ સુપર ‘કિંગ’, આઇપીએલમાં ચોથી વાર ચેમ્પિયન બન્યુ, ફાઇનલમાં કોલકાતાને 27 રને હરાવ્યુ

ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) તેનો દમ દર્શાવી દીધો છે. IPL 2021 ની શરુઆત થી જ ટીમ ધોની (MS Dhoni) એ પોતાનો દમ દેખાડવો શરુ કર્યો હતો અને જે તેને ટ્રોફી સુધી લઇ ગયો હતો.

IPL 2021: ચેન્નાઇ બન્યુ સુપર 'કિંગ', આઇપીએલમાં ચોથી વાર ચેમ્પિયન બન્યુ, ફાઇનલમાં કોલકાતાને 27 રને હરાવ્યુ
Chennai Super Kings celebrates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 11:34 PM

લાંબા સમય થી જેની રાહ જોવાઇ રહી હતી એનો હવે અંત આવી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ચોથી વાર IPL 2021 ચેમ્પિયન બની ચૂક્યુ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને ફાઇનલ મેચમાં હરાવીને ધોની (Dhoni) ની ટીમ વિજેતા બની હતી. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પરંતુ રન ચેઝ કરવામાં તેની ટીમ નિષ્ફળ નિવડી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઇએ 193 રનનો પડકાર 3 વિકેટે કોલકાતા સામે રાખ્યો હતો. જવાબમાં 9 વિકેટ ગુમાવીને 165 રન કોલકાતાએ કર્યા હતા. આમ 27 રને ચેન્નાઇનો વિજય થયો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ

શરુઆત તો જબરદસ્ત કરતુ કોલકાતાનો ગીયર મીડલ ઓર્ડર બદલી દેતુ હોય છે. મીડલ ઓર્ડરનો ફ્લોપ શો કોલકાતાને કિનારે આવીને ડૂબી જવાનો અહેસાસ દુબઇમાં થયો હતો. શુભમન ગીલ અને વેંકટેશ ઐય્યરે જબરદસ્ત રમત રમી હતી. બંનેએ 91 રનની પાર્ટનર શીપ કરી હતી. બંને ની રમતે ચેન્નાઇને દબાણ હેઠળ લાવી દીધુ હતુ. પરંતુ શાર્દૂલની બોલીંગમાં ઐય્યર અને નિતીશ ફસાઇ જતા બાજી મીડલ ઓર્ડર પાસે આવી હતી અને તે ફ્લોપ રહી હતી.

ગીલે 43 બોલમાં 51 રન અને ઐય્યરે 32 બોલમાં 50 રનની રમત રમી હતી. બંનેના અર્ધશતક એળે ગયા હતા. ત્યાર બાદ નિતીશ રાણા શૂન્ય રને, સુનિલ નરૈન 2 રને અને કેપ્ટન ઇયોન મોર્ગન 4 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા. દિનેશ કાર્તિક પણ 9 રન કરી શક્યો હતોય શાકિબ અલ હસન શૂન્યમાં આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 2 રને વિકેટ ગુમાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અંતમાં શિવમ માવીએ હાર નિશ્વિત છતાં લડી લેવાનો મૂડ દર્શાવ્યો હતો. તેણે 2 છગ્ગા લગાવીને કોલકાતાના ફેનને હારતી બાજી પર ખુશ રાખવા પ્રયાસ કર્યો હતો. જ્યારે ઓપનર જોડીને બાદ કરતા તે ત્રીજો બેટ્સમેન બન્યો હતો ડબલ ફીગરે પહોંચ્યો હતો. તેણે 13 બોલમાં 20 રન કર્યા હતા. લોકી ફરગ્યુશને પણ અંતમાં માવી સાથે સારી રમત દાખવી હતી. તેણે એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 11 બોલમાં 18 રન કર્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

શાર્દૂલ ઠાકુરે ચેન્નાઇની જીત માટેની દીશા નક્કિ કરી હતી. કોલકાતાના ઓપનર જ્યારે હાવી થઇ રહ્યા હતા, ત્યારે જ તેમે હુમલો કરી દીધો હતો. પહેલા ઐય્યર અને બાદમાં નિતિશ રાણાને આઉટ કરીને એક જ ઓવરમાં મેચની બાજી પલટી હતી. તેના આ પ્રયાસમાં જોશ હૈઝલવુડ પણ જોડાયો હોય એમ તેણે પણ સુનિલ નરૈન અને મોર્ગનની વિકેટ ઝડપી હતી. જાડેજાએ પણ રહી કસર પુરી કરી હતી. તેણે દિનેશ કાર્તિક અને શાકિબના શિકાર કર્યા હતા.

ઠાકુરે 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હૈઝલવુડે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

ધોની (Dhoni) ટીમે શરુઆત થી આક્રમકતા અપનાવીને રમતની શરુઆત ટોસ હારીને કરી હતી. એક મોટા લક્ષ્યને કોલકાતાને આપવા માટેના ધ્યેય સાથે તોફાની રમત જોવા મળી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) 61 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 27 બોલમાં 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 32 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રન કર્યા હતા. તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.

ડુ પ્લેસિસે જબરદસ્ત અર્ધશતક સાથેની રમત રમી હતી. પ્લેસિસે શરુઆત થી જ આક્રમક રમત અપનાવી હતી અને તેણે ઓપનર તરીકે આવીને અંતિમ ઓવર સુધી પિચ પર રહી ચેન્નાઇની મોટા પડકારની યોજનાને પાર પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 59 બોલમાં 86 રન કર્યા હતા. આ દરમ્યાન 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ પ્લેસિસને સારો સાથ પૂરાવ્યો હતો. તેણે પણ 3 છગ્ગા સાથે ની આક્રમક રમત રમી હતી. તેણે 20 બોલમાં 37 રન કર્યા હતા. જે દરમ્યાન 2 ચોગ્ગા લગાવ્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

KKR તરફ થી બોલરો વિકેટને મહત્વની મેચમાં શોધતા જ રહી ગયા હતા. સુનિલ નરૈન સિવાયના બોલરો જાણે કે ચેન્નાઇના બેટ્સમેનો સામે બિનઅસરકારક લાગી રહ્યા હતા. એક તો વિકેટ નહોતી મળતી ઉપરથી રન લુટાતા જઇ રહ્યા હતા. સુનિલે ચેન્નાઇ બંને વિકેટોને ઝડપીને સર્જેલા મોકાને પણ અન્ય બેટ્સમેનો ઝડપી શક્યા નહોતા. 4 ઓવર કરીને તેમે 26 રન આપી 2 વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. શાકિબ અલ હસને 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવરમાં પ્લિસેસીને અંતિમ બોલે આઉટ કર્યો હતો. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. વેંકટેશ ઐય્યરે 1 ઓવરમાં 5 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અફઘાનિસ્તાન ના કેપ્ટન મોહમ્મદ નબીને તાલિબાન પર સવાલ કરાયો, જવાબમાં બતાવ્યુ ‘દર્દ’

આ પણ વાંચોઃ SAFF Championship: ભારતીય ફુટબોલ ટીમ ફાઇનલમાં પહોંચી, મહત્વનુ ટાઇટલ જીતવા નેપાળ સાથે શનિવારે ટકરાશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">