IPL : ક્રિકેટર પતિનો ભાર ઉપાડી પત્નિએ ભારે કરી ! ફિટનેસ બતાવવા પતિને જ ઉપાડી દંડ બેઠક કરવા લાગી, જુઓ
આઇપીએલની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બેટ્સમેન નિતીશ રાણા (Nitish Rana) ની પત્નિ પણ કંઇક આવી જ જબરદસ્ત ફિટનેશ ધરાવે છે. નિતીશ રાણાની પત્નિ સાચી મારવાહ (Sachi Marwah) એ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે.

IPL માં આમ તો તમે ખેલાડીઓને જ તેમના શરીર સૌષ્ઠવથી મજબૂત જોયા હશે. પરંતુ તેમની પત્નિઓ પણ ફિટનેસની બાબતે ખૂબ જ કાળજી લેતી હોય છે. આઇપીએલની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બેટ્સમેન નિતીશ રાણા (Nitish Rana) ની પત્નિ પણ કંઇક આવી જ જબરદસ્ત ફિટનેસ ધરાવે છે. નિતીશ રાણાની પત્નિ સાચી મારવાહ (Sachi Marwah) એ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. જેને જોઇને તમે પણ દંગ રહી જશો.
નિતીશ રાણાની પત્નિ સાચીએ શેર કરેલા વિડીયોમાં તે તેના પતિને પીઠના બળે ઉઠાવીને દંડ બેઠક કરતી નજર આવી રહી છે. તેના આ વિડીયોને કેકેઆરની ટીમે પણ શેર કર્યો છે. તો ફેંસને પણ તેમનો આ વિડીયો જોઇને વિરાટ કોહલી અને અનુષ્કાનો વિડીયો યાદ આી ગયો હતો. જેમાં એક વિજ્ઞાપનના શુટ દરમ્યાન અનુષ્કાને વિરાટ કોહલીએ ઉંચી કરી કરી હતી.
સાચીએ આ જબરદસ્ત વિડીયોને શેર કરતા કેપ્શન પણ લખી હતી. તેણે લખ્યુ છે કે, નિતીશે મને સ્ટોંગ બની રહેવા માટે કહ્યુ છે. હું હંમેશા તારી સાથે છું. તમે જ વિચારો કોણ વધારે સ્ટ્રોંગ છે. આઇપીએલ 2021 ના દરમ્યાન સાચી પણ પતિ નિતીશ સાથે બાયોબબલમાં હતી. આ દરમ્યાન કલકત્તાની ટીમના બાયોબબલમાં સાચી પણ ટીમના ખેલાડીઓ સાથે ખૂબ મસ્તી કરતી નજર આવી રહી હતી. તે મેચ દરમ્યાન કેકેઆરની ટીમને ચિયર પણ કરતી રહેતી હતી.
View this post on Instagram
આઇપીએલ 2021 ને બાયોબબલમાં કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે થી જ અટકાવી દેવાઇ હતી. જેને લઇને હવે ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. તો આઇપીએલ પૈકીના કેટલાક ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમ માટે ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમમાં સામેલ છે. તેઓ હવે ફરી એકવાર ક્વોરન્ટાઇન સમય ગાળવા લાગ્યા છે. આ દરમ્યાન આઇપીએલના દિવસોને ખેલાડીઓ અને તેમનો પરિવાર ખૂબ યાદ કરી રહ્યો છે.
Latest News Updates





