Neeraj chopra : પર ઈનામોનો વરસાદ, ધોનીની ટીમે આપ્યા એક કરોડ રૂપિયા અને આનંદ મહિન્દ્રાએ આપી કાર

|

Nov 01, 2021 | 10:06 AM

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભાલા ફેંકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. દેશ માટે વ્યક્તિગત મેડલ જીતનાર તે બીજો ખેલાડી છે.

Neeraj chopra : પર ઈનામોનો વરસાદ, ધોનીની ટીમે આપ્યા એક કરોડ રૂપિયા અને આનંદ મહિન્દ્રાએ આપી કાર
Neeraj chopra

Follow us on

Neeraj chopra : આઈપીએલ (IPL)ની સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાને વિશેષ સન્માન આપ્યું છે. રવિવારે તેમણે નવી દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમમાં નીરજ ચોપરાનું સન્માન કર્યું હતું.આ પહેલા શનિવારે તેમને મહિન્દ્રા ગ્રુપ તરફથી XUV7000નું ગોલ્ડન એડિશન ગાડી આપવામાં આવી હતી.

ભાલા ફેંકનાર એથ્લેટ આ ગાડી પર ગોલ્ડન રંગમાં ભાલું ફેકતો એથલીટ બનાવવામાં આવ્યો હતો અને 87.58 લખેલું હતું. આનંદ મહિન્દ્રાએ ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ (Neeraj chopra)ને કાર આપવાની જાહેરાત કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

નીરજ ચોપરાને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમે એક કરોડ રૂપિયા આપ્યા હતા. આ સાથે તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ખાસ જર્સી પણ ભેટમાં આપી હતી. આ જર્સીની પાછળ 8758 લખેલું હતું. નીરજે ટોક્યોમાં 87.58 મીટરના અંતર સુધી બરછી ફેંકીને ગોલ્ડ જીત્યો હતો.ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા (Neeraj chopra ) શુક્રવારે ઉદયપુર પહોંચ્યા હતા. ત્યાં તેઓ યુનિટ 4 રાજપૂતાના રાઈફલ્સના અનુભવીઓ અને તેમના પરિવારોને મળ્યા. ઓસી ડેઝર્ટ કોર્પ્સે પણ નીરજનું સન્માન કર્યું હતું. આ સાથે ઉદયપુર મિલિટરી સ્ટેશનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Military station sports complex)નું નામ બદલીને નીરજ ચોપરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવામાં આવ્યું છે.

 

 

નીરજ ચોપરા પણ એ 11 ખેલાડીઓમાં સામેલ છે જેમને આ વર્ષે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (Dhyanchand Khel Ratna Award) આપવામાં આવશે. ચોપરાને અગાઉ 2018માં અર્જુન એવોર્ડ (Arjuna Award) આપવામાં આવ્યો હતો. તેણે 2018માં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : નવેમ્બરમાં 17 દિવસ રહેશે બેંક બંધ, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Next Article