ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે RTMનો ઉપયોગ કરીને તેને ટીમમાં પાછો લીધો નહોતો. આરસીબીએ સિરાજને રિલીજ કર્યો હતો. પરંતુ એવું માનવામાં આવતું હતું કે આરસીબી સિરાજને RTM હેઠળ લેશે.
સિરાજ ગત સિઝન સુધી આરસીબી ટીમનો ભાગ હતો. જોકે, ફ્રેન્ચાઇઝીએ તેને હરાજી પહેલા જ છોડી દીધો હતો. હવે સિરાજ નવી ટીમમાં જોવા મળશે. સિરાજને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો. ગયા વર્ષે સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તો સિરાજને પણ 10 કરોડથી વધુમાં ગુજરાતે ખરીદ્યો છે. આ તમામ સ્ટાર ફાસ્ટ બોલરોને 15 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવામાં આવ્યા છે. સિરાજ અત્યાર સુધીનો સૌથી મોંઘો ફાસ્ટ બોલર છે. તેને શમી, સ્ટાર્ક અને રબાડા કરતા વધુ પૈસા મળ્યા છે.
પંજાબ કિંગ્સે આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં અત્યાર સુધીમાં 3 ખેલાડીઓને ખરીદ્યા છે. તેમના નામ છે અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલ. પંજાબે આ 3 ખેલાડીઓ પર 62.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પંજાબના પર્સમાં હજુ 47.75 કરોડ રૂપિયા બાકી છે. હરાજી પહેલા, પંજાબે પહેલાથી જ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને જાળવી રાખ્યા છે. પંજાબની ટીમમાં શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં ત્રણ હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓનું આગમન તેને આગામી સિઝનમાં મજબૂત ટીમ બનાવશે.