IPL Auction 2021: ગુજરાતના આ ચાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, આ વખતની સિઝનમાં રમવાની હતી આશા

|

Feb 18, 2021 | 5:51 PM

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝન માટે ચેન્નાઈમાં મીની ઓકશન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતી ક્રિકેટરો પર પણ આશા હતી કે તેઓ આઈપીએલની નવી સિઝનમાં ઝળકી શકશે. પરંતુ ગુજરાતી ખેલાડીઓને આગામી સિઝનના ઓકશનથી નિરાશા સાંપડી છે.

IPL Auction 2021: ગુજરાતના આ ચાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, આ વખતની સિઝનમાં રમવાની હતી આશા

Follow us on

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝન માટે ચેન્નાઈમાં મીની ઓકશન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતી ક્રિકેટરો પર પણ આશા હતી કે તેઓ આઈપીએલની નવી સિઝનમાં ઝળકી શકશે. પરંતુ ગુજરાતી ખેલાડીઓને આગામી સિઝનના ઓકશનથી નિરાશા સાંપડી છે. જેમાં ખાસ કરીને વિષ્ણું સોલંકી, કેદાર દેવધર, અવિ બારોટ, અને અતિત શેઠનો સમાવેશ થાય છે. વડોદરાના ઘણાખરા ક્રિકેટરોની સંખ્યા આઈપીએલના ઓકશનની આખરી યાદમાં સમાવેશ થયો હતો. આમ ઘરેલુ ક્રિકેટ રમતા અનકેપ્ડ ક્રિકટરોને તકની આશા વર્તાઈ રહી હતી. જોકે વડોદરા (Baroda)ના બોલર લુકમાન મેરિવાલા (Lukman Mariwala)ને તક મળી છે. તેને દિલ્હી કેપીટલ્સે (Delhi Capitals) 20 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે.

 

1. કેદાર દેવધર, વડોદરાઃ 31 વર્ષીય કેદાર વડોદરા માટે રમે છે. તેણે મુશ્તાક અલી ટ્રોફીની સિઝનનમાં શાનદાર બેટીંગ કરી હતી. 8 મેચોમાં તેમે 113.68ની સ્ટ્રાઈક રેટથી 349 રન કર્યા હતા. પ્રદર્શનમાં નિરંતરતાને લઈને તેને આ વર્ષે આઈપીએલમાં આશા બાંધી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

2. વિષ્ણું સોલંકી, વડોદરાઃ આ ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં નોક આઉટ મેચો દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેની તે રમતે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યુ હતુ. 8 મેચોમાં તેમે 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 128.36નો રહ્યો હતો.

 

3. અતીત શેઠ, વડોદરાઃ ઓલ રાઉન્ડર ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તે ટુર્નામેન્ટમાં ટોપ ટેન વિકેટ બોલર રહ્યો હતો. તેણે 8 મેચોમાં 18.63ની સરેરાશથી 11 વિકેટ ઝડપી હતી, તેને અત્યાર સુધીમાં ઘરેલુ ટી20 મેચોમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા છે અને 46 વિકેટ ઝડપી છે.

 

4. અવિ બારોટ, ગુજરાતઃ મુશ્તાક અલી ટ્રોફીની લીગ ચરણમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. ગુજરાતના આ ખેલાડીએ 5 મેચોમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 184.97 હતી.

 

આ પણ વાંચો: IPL Auction 2021: અત્યાર સુધી વેચાયા આ ખેલાડીઓ, ક્રિસ મોરિસ 16. 25 કરોડ અને મેકસવેલ 14.25 કરોડમાં ખરીદાયા

Next Article